ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી-2026-29’ લોન્ચ કરી, 6 લાખ કરોડના રોકાણની સંભાવના
ગ્રીન એનર્જી વગર નહીં ચાલે ડેટા સેન્ટર : 2030 સુધી ગ્રીન એનર્જી ક્ષમતા ત્રણ ગણી કરવાનો લક્ષ્યાંક
- Advertisement -
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે.
આ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ રોકાણકારને સંદેશ આપ્યો હતા કે, જે ટ્રેન ચૂકી જશે એ પસ્તાશે. તો મંત્રી અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, નવી પોલિસીથી 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષી શકાશે.
રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે. આ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે.
- Advertisement -
ડેટા સેન્ટર્સ ચોવીસે કલાક કાર્યરત રહેતા હોવાથી તેમાં વીજળીનો વપરાશ અત્યંત વધુ હોય છે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ શરત મૂકી છે કે દરેક ડેટા સેન્ટરે પોતાની કુલ વીજ જરૂરિયાતના ઓછામાં ઓછા 51 ટકા વીજળી રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર અથવા પવન ઊર્જા મારફતે મેળવવી ફરજિયાત રહેશે.
સરકારના અંદાજ મુજબ, રાજ્યમાં ડેટા સેન્ટર ક્ષેત્ર માટે નક્કી કરાયેલા 2 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યાંક પૂર્ણ થતાં ગુજરાતના કુલ વીજ વપરાશમાં અંદાજે 10 ટકા એટલે કે 2,000 કરોડ યુનિટનો વધારો થશે. વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
ડેટા સેન્ટર ઉદ્યોગના વિસ્તરણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પણ મોટું આયોજન હાથ ધર્યું છે. હાલ રાજ્યની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા આશરે 20,000 મેગાવોટ છે, જેને વધારીને 2030 સુધીમાં 60,000 મેગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ઇકોસિસ્ટમ અને ટેક્નોલોજી આધારિત રોકાણોને પ્રોત્સાહન આપતી આ પોલિસી ગુજરાતને આગામી વર્ષોમાં દેશના અગ્રણી ડેટા સેન્ટર ગંતવ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં ડેટા સેન્ટરની ચર્ચાઓ થઈ હતી, પરંતુ સત્તાવાર ડેટા સેન્ટર પોલિસી લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.




