જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી!
ન્યાયતંત્રનું કડક વલણ: ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હી દારૂ નીતિ મામલે ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટના ગંભીર સકંજામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત કેમ્પેઈનને કારણે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરતા નોટિસ ફટકારી છે. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુદેજાની બનેલી ડિવિઝન બેન્ચે આ નેતાઓને 4 સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં માત્ર અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિનય મિશ્રા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજ જેવા આપના કદાવર નેતાઓના નામ સામેલ છે. કોર્ટે રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે કે ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ્સ પર મૂકવામાં આવેલી તમામ ‘અપમાનજનક’ સામગ્રીની સુરક્ષિત રાખવામાં આવે.



