By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતને ‘નર્ક’ કહેતા અમેરિકી માનસિકતા સામે સવાલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભારતને ‘નર્ક’ કહેતા અમેરિકી માનસિકતા સામે સવાલો
Author

ભારતને ‘નર્ક’ કહેતા અમેરિકી માનસિકતા સામે સવાલો

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:21 PM
Khaskhabar Editor 4 months ago
Share
12 Min Read
SHARE

ડોનાલ્ડ ટ્રમ્પે માઈકલ સેવેજનું વિવાદિત નિવેદન શેર કર્યું, જેમાં ભારત અને ચીનને ‘નર્કનું પ્રવેશદ્વાર’ ગણાવાયા

હાલમાં ભારતમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈને અન્ય 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ હતી.ત્યારે મોટાભાગે લોકોનું ધ્યાન આ ચૂંટણીઓમાં લાગેલું હતું.તેવામાં આ સાથે જ થોડા સમય અગાઉ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને નર્કના પ્રવેશદ્વાર ગણાવતું નિવેદન શેર કર્યું હતું. જોકે, આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે ભારત અને ચીનને નિશાન બનાવ્યું હોય. તેમણે પોતાના બીજા કાર્યકાળની શરૂઆત બંને દેશો પર હુમલાઓથી કરી હતી. આ નિવેદન રૂઢિચુસ્ત લેખક અને રેડિયો હોસ્ટ માઈકલ સેવેજ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમાં સેવેજએ દાવો કર્યો હતો કે હાલનો યુએસ કાયદો ઇમિગ્રન્ટ્સને ગર્ભાવસ્થાના “નવમા મહિનામાં” યુએસ આવવા અને સ્થાનિક કાયદાઓનો લાભ લેવાની મંજૂરી આપે છે.
ટ્રમ્પનો શેર કરેલો પત્ર શું કહે છે?
ટ્રમ્પે શેર કરેલું માઈકલ સેવેજનું નિવેદન તે છે કે,, “અહીં એક બાળક તરત જ નાગરિક બની જાય છે, અને પછી તેઓ ચીન, ભારત અથવા વિશ્વના કોઈ અન્ય નરકમાંથી આખા પરિવારને લાવે છે. તે જોવા માટે તમારે દૂર જવાની જરૂર નથી. અહીં હવે અંગ્રેજી બોલાતી નથી.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “ઇમિગ્રન્ટ્સ અમેરિકનો માટે નોકરી મેળવવામાં મુશ્કેલી ઉભી કરે છે. તેઓ માને છે કે ઇમિગ્રન્ટ્સ અમેરિકનોના અધિકારો છીનવી રહ્યા છે.”
ભારત વિશે અમેરિકાની રાજકીય વિચારસરણીનો ખુલાસો
વેલ, આ વિષે આદિલ બ્રારે કહ્યું છે કે “આને જૂના દ્રષ્ટિકોણ સાથે સરખાવવું એ માત્ર ખોટું નથી – તે એ પણ દર્શાવે છે કે અમેરિકન રાજકીય વિચારસરણીનો એક ભાગ હજુ પણ 1990 ના દાયકાના આઉટસોર્સિંગ લેન્સ દ્વારા વિશ્વને જુએ છે. ચીન ચોક્કસપણે નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે, જ્યારે ભારત ઘણું પાછળ છે. અને તેથી જ આનાથી આટલી હલચલ મચી છે. કારણ કે તે માત્ર અપમાન નથી આ બાબત તે એ પણ યાદ અપાવે છે કે વૈશ્વિક શક્તિની ચર્ચાઓમાં ભારતને હજુ પણ કેવી રીતે જોવામાં આવે છે.”
ત્યારે અહીં મુખ્ય મુદ્દો તે જ છે કે, ભારતીયો આજેપણ ક્યાંક ગુલામીયુક્ત માનસિકતાના ઘેનમાં છે.રખે ને આ અંગે કોઈ ટિપ્પણી કરે અને ટ્રમ્પ જો વીઝા નહીં આપે તો ?? અપમાન ગળી જાવ ચાલે આવું તો ? ખરું ને ? આપણી ચુપકીદી જ આપણી માનસિકતા કહી જાય છે.ધુરંધર-2 માં હમજા ઉર્ફે જસ્ક્રીત જાણે સ્ક્રીન પર નહીં બલ્કે રિઅલમાં પાકિસ્તાનના ઉતારો કે ત્રાસવાદીઓને ધોઈ ને ભારતની સમસ્યા મૂળમાં થી કાઢી નાખતો હોય તેમ લોકોએ હમજાને પસંદ કર્યો અને તેના વિષે સોશિઅલ મીડિયામાં ભરપૂર વખાણો થયા.બેશક ફિલ્મ સારી જ છે પરંતુ સ્કીંનીયા દેશભક્તિથી આપણે કઈ ઉકાળી શકવાના નથી. ત્યારે ભારતીય પ્રજાને સવાલ કે, અમેરિકા આમ ગમે ત્યારે અપમાન કરે ત્યારે તમે તેની સામે શું કરી શકવાના હતા ? સિવાય કે મૌન ? ત્યારે અહીં કેટલાક મુદ્દા તેવા રજૂ કરીયે છીએ કે, જે અમેરિકાને જવાબ છે કે, તમારી જ અમેરિકાની ધરતી પર જુવો ભારતીયો તેમની કઈ કઈ સ્કિલ બતાવી રહ્યા છે .બને કે, આ ભારતીયો વગર તમારૂ અર્થત્રંત જ સાવ ઠપ્પ થઇ જાય, કેટલાય ફિલ્ડ સુમસામ થઇ જાય.
ઓફકોર્સ , યુ.એસ.માં ભારતીય મૂળના લોકો માત્ર વ્હાઇટ હાઉસ જ નહીં પરંતુ ટેકનોલોજી, હેલ્થકેર અને મોટા કોર્પોરેટ ક્ષેત્રોમાં પણ ટોચના હોદ્દાઓ પર પ્રભુત્વ ધરાવે જ છે જે ભૂતકાળમાં બિડેન વહીવટમાં 130 થી વધુ ભારતીય-અમેરિકનો મુખ્ય હોદ્દા ધરાવતા હતા. અહીં ભારતીયો દ્વારા સંભાળવામાં આવતા કેટલાક મુખ્ય હોદ્દાઓની યાદી છે:1. વ્હાઇટ હાઉસ અને યુએસ સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપરાષ્ટ્રપતિ (ભૂતપૂર્વ): કમલા હેરિસ (જો બિડેન વહીવટમાં 49મા ઉપરાષ્ટ્રપતિ).વ્હાઇટ હાઉસના અધિકારીઓ: નીરા ટંડેન (વરિષ્ઠ સલાહકાર) અને ડો. વિવેક મૂર્તિ (યુએસ સર્જન જનરલ). વહીવટી હોદ્દા: ઘણા ભારતીય-અમેરિકનો વહીવટી સ્તરે કાર્યરત છે, જેમાં ગૌતમ રાઘવન (વ્હાઇટ હાઉસ પર્સનલ ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર) અને વિનાયક રેડ્ડી (સ્પીચ રાઇટિંગ ડિરેક્ટર)નો સમાવેશ થાય છે. કોંગ્રેસનલ સભ્યો (સમોસા કોકસ): ડો. અમી બેરા, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલ (યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો). અન્ય: ઉપરાષ્ટ્રપતિના ડિજિટલ ડિરેક્ટર ગરિમા વર્મા અને નાયબ રાજ્ય સચિવ (નાગરિક સુરક્ષા) ઉઝરા ઝિયા.2. કોર્પોરેટ અને ટેક સેક્ટરમાં સીઈઓ ભારતીય મૂળના અધિકારીઓ વિશ્વની સૌથી મોટી કંપનીઓના સીઈઓ તરીકે કામ કરી રહ્યા છે. ગૂગલ (આલ્ફાબેટ): સુંદર પિચાઈ (સીઈઓ). માઈક્રોસોફ્ટ: સત્ય નાડેલા (સીઈઓ). એડોબ: શાંતનુ નારાયણ (સીઈઓ). ફેડએક્સ: રાજ સુબ્રમણ્યમ (સીઈઓ). ડેલોઇટ: પુનિત રંજન (ભૂતપૂર્વ સીઈઓ). વિપ્રો: શ્રીની પલ્લીયા. 3. આરોગ્યસંભાળ અને અન્ય મુખ્ય ક્ષેત્રો આરોગ્યસંભાળ: યુએસમાં 50,000 થી વધુ ભારતીય મૂળના ડોકટરો છે, અને લગભગ 10% તબીબી વિદ્યાર્થીઓ ભારતીય છે. નર્સોની પ્રોફાઇલમાં ભારતીયોનો સારો હિસ્સો છે,

- Advertisement -

યુએસમાં 1 લાખ જેટલા ભારતીય મૂળના ડૉક્ટરો કાર્યરત, કાર્ડિયોલોજી અને ક્રિટિકલ કેર જેવા ક્ષેત્રોમાં ભારતીય ડોક્ટરો વગર અમેરિકન હોસ્પિટલોમાં જીવનની જ્યોત જાળવવી મુશ્કેલ

ચંદ્ર પર પહોંચનાર, ડિજિટલ ક્રાંતિ લાવનાર અને વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનનાર ભારતને હવે સહાય કે ઉપદેશની જરૂર નથી; સહિયારા હિતોનો અર્થ અપમાન કરવાનું લાયસન્સ નથી

જેમનો વાર્ષિક પગાર ઘણો વધારે છે. એન્જિનિયરિંગ: સિલિકોન વેલીમાં 34% થી વધુ એન્જિનિયરો ભારતીય મૂળના છે. ટેકનોલોજી: સિલિકોન વેલી હાઇ-ટેક કંપનીઓમાંથી 7% ભારતીય સીઈઓ ધરાવે છે. અન્ય મહત્વપૂર્ણ તથ્યો: ભારતીયોની સંખ્યા: ભારતીય મૂળના લગભગ 50 લાખ લોકો અમેરિકામાં રહે છે. વ્યવસાય: ભારતીય-અમેરિકનો લગભગ 20,000 હોટલ ધરાવે છે. સ્ટાર્ટઅપ્સ: અમેરિકામાં 10 માંથી એક સ્ટાર્ટઅપ ભારતીય મૂળના લોકો દ્વારા સ્થાપિત થાય છે. એ કહેવું યોગ્ય રહેશે કે ભારતીય-અમેરિકન સમુદાય હવે અમેરિકાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. અને આટલું જ નહીં મેડિકલ ક્ષેત્રે પણ ભારતનો દબદબો અકબંધ છે.હાલમાં અમેરિકામાં ભારતીય મૂળના આશરે 59,000 થી 100,000 ડોક્ટરો કામ કરે છે, જે ત્યાંના કુલ ડોક્ટરોની સંખ્યાના આશરે 8.5% થી 9% છે. અમેરિકામાં દર પાંચમો (અથવા 22%) ઇમિગ્રન્ટ ડોક્ટર ભારતીય છે, જે અન્ય કોઈપણ દેશના ડોક્ટરોની સૌથી વધુ સંખ્યા છે. વિશેષમાં ક્વોરા રિપોર્ટ મુજબ, ભારતીય ડોક્ટરો યુએસ હેલ્થકેર સિસ્ટમમાં નોંધપાત્ર યોગદાન આપે છે, ખાસ કરીને ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં. પ્રાપ્ત માહિતી અનુસાર, યુએસમાં દરેક 7મો ડોક્ટર ભારતીય મૂળનો છે. આટલું જ નહીં 2034 સુધીમાં યુએસમાં ડોક્ટરની અછતની અપેક્ષા રાખીને, યુએસ સરકાર ભારતીય ડોક્ટરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્ય ક્ષેત્રો: ભારતીય ડોક્ટરો મુખ્યત્વે કાર્ડિયોલોજી, ચેપી રોગો અને ગંભીર આરોગ્ય સંભાળ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરે છે.
આ સાથે જ પ્યુ રિસર્ચ મુજબ, 2022 માં ભારતીય-અમેરિકન પરિવારોની સરેરાશ ઘરગથ્થુ આવક 145,000 હતી, જે એશિયન-અમેરિકન સમુદાયની કુલ સરેરાશ આવક કરતાં વધુ હતી. 2025 ની પ્યુ ફેક્ટશીટ મુજબ, 25 વર્ષથી વધુ ઉંમરના 77 ટકા ભારતીય-અમેરિકનો પાસે સ્નાતકની ડિગ્રી કે તેથી વધુ ત્યારે અમેરિકાએ નોંધવું રહ્યું કે, આ ’નરક’ થી ભાગી રહેલા લોકો નથી તેમનામાં વહી રહેલ લોહી અને સંસ્કારો તો ભારતીય જ છે. તેઓ જ્ઞાન, શિસ્ત, કુટુંબ, શિક્ષણ અને સખત મહેનતની લાંબી સભ્યતા પરંપરામાંથી જન્મેલા નાગરિકો છે, જેમણે અમેરિકાને માત્ર કરદાતાઓ જ નહીં પરંતુ દિમાગ , સ્કિલ, હાર્ડવર્ક , ગૌરવ અને ભવિષ્ય પણ આપ્યું છે.
અમેરિકન હોસ્પિટલોની રાત્રે, જ્યારે થાકેલા મશીનો બીપ બીપ કરે છે, ત્યારે ભારતીય મૂળના ડોકટરો, સર્જનો, સંશોધકો, ફાર્માસિસ્ટ અને નર્સો સેંકડો લોકોના જીવનની જ્યોતને જીવંત રાખે છે. અમેરિકન પ્રયોગશાળાઓમાં, જ્યાં દવા, ડેટા, બાયોટેકનોલોજી અને જાહેર આરોગ્ય પર સંશોધન થાય છે, ત્યાં ભારતીય સ્કીલની કાયમી હાજરી અચૂક હોય છે.
વિશેષમાં જ્યારે અમેરિકન ટેકનોલોજીના ઝળહળતા મકાનો ક્લાઉડ, એઆઈ, સર્ચ, સાયબર સિક્યુરિટી, સેમિક્ધડક્ટર્સ, ફિનટેક અને સોફ્ટવેરની નવી ભાષાઓ લખી રહ્યા છે, ત્યારે આ સમયે ભારત ફક્ત “આઉટસોર્સિંગ” નો ભૂગોળ નથી, તે અહીં બૌદ્ધિક ઊર્જાનો સ્ત્રોત છે જેણે સિલિકોન વેલીની નસોમાં કોડ, ગણતરી અને કલ્પનાનું લોહી રેડ્યું છે. સુંદર પિચાઈ, સત્ય નડેલા, અરવિંદ કૃષ્ણ, શાંતનુ નારાયણ, વિનોદ ખોસલા, ઇન્દ્રા નૂયી અને વિવેક મૂર્તિ જેવા નામો ફક્ત વ્યક્તિગત સફળતાની વાર્તાઓ નથી, તેઓ સમગ્ર વિશ્વ સમુદાય માટે જીવંત પુરાવા છે કે એક સમયે “હેલહોલ” તરીકે ઓળખાતા દેશે અમેરિકાને કેટલી મહાન પ્રતિભા આપી છે.
અમેરિકન યુનિવર્સિટીઓ માટે, ભારત ફક્ત એક પરિઘ નથી, તે એક કેન્દ્ર છે. ઓપન ડોર્સ 2025 મુજબ, 2024-25 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના 363,019 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતા, જે ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સ્ત્રોત છે. આ વિદ્યાર્થીઓ ફક્ત ટ્યુશન કે કોલેજ ફીસ ચૂકવતા ગ્રાહકો નથી. તેઓ પ્રયોગશાળાઓમાં સંશોધન કરવામાં, પુસ્તકાલયોમાં સિદ્ધાંતો સાથે ઝઝૂમવામાં, કેમ્પસમાં બૌદ્ધિક વિવિધતાને પ્રોત્સાહન આપવામાં, અમેરિકન અર્થતંત્રમાં અબજો ડોલર ઉમેરવામાં અને ભવિષ્યના સાહસો, પેટન્ટ, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક નેટવર્ક્સ માટે પાયો નાખવામાં રાતોના રાતો પરાયી ધરતી માટે વફાદાર રહીને ઊંઘ્યા વગર રાતો વિતાવે છે.
અમેરિકા પોતાની યુનિવર્સિટીઓની વૈશ્વિક પ્રતિષ્ઠા પર ગર્વ કરે છે, પરંતુ તેણે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતીય વિદ્યાર્થીઓ વગર આ યુનિવર્સીટીઓની કોઈ ચમક ન હોય .કોઈ પ્રતિષ્ઠા ન હોય.
સહિયારા હિતો અપમાન કરવાનું કઈ લાઇસન્સ નથી :
જો કે તેમછતાં ભારત સ્વીકારે છે કે બંને દેશો સંરક્ષણ, ટેકનોલોજી, વેપાર, ઊર્જા, શિક્ષણ, ડાયસ્પોરા કનેક્ટિવિટી અને ચીન-સંતુલન સહિત ઘણા મહત્વપૂર્ણ સહિયારા હિતો શેર કરે છે. પરંતુ સહિયારા હિતો અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. મિત્રતાનો અર્થ એ નથી કે વોશિંગ્ટનની દરેક અપશબ્દને ભારત મિત્રતાને નાતે નજરઅંદાજ કરી લે. મિત્રતા દરેક પ્રકારના આદાન-પ્રદાન અને બિઝનેસ મોડેલથી થાય છે, નહીં કે, માથું નમાવીને બે દેશો વચ્ચેના સંબંધો ત્યારે જ સ્વસ્થ બને છે જ્યારે તેઓ એકબીજાને સમાનતાથી જુવે છે. એક બાજુથી ગમેતેવા શબ્દો બોલવાથી અને સામે છેડે મૌન રહેવાથી નહીં.
અમેરિકાએ આ ભ્રમ છોડી દેવો જોઈએ કે તે વિશ્વનો તેવો જગત જમાદાર છે કે, બાકીનું વિશ્વ તેના વર્ગખંડમાં ફક્ત પાછળના એક બેન્ચર છે. આ એકવીસમી સદી છે. ભારત હવે એક વસાહતીવાદ પછીનો, થાકેલો દેશ નથી રહ્યો જેને વૈશ્વિક પ્લેટફોર્મ પર ફક્ત સહાય, અન્ન , વિઝા અને ઉપદેશોની ભાષામાં સંબોધિત કરી શકાય.
આ એક એવો દેશ છે જે ચંદ્ર પર પહોંચ્યો, ડિજિટલ ચુકવણીમાં ક્રાંતિ લાવી, દવાઓ અને રસીઓનો વૈશ્વિક સ્ત્રોત બન્યો, વિશાળ લોકશાહી ચૂંટણીઓ યોજી, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે, અને જેની યુવા વસ્તી આવનારા દાયકાઓ સુધી વૈશ્વિક શ્રમ, જ્ઞાન અને બજારોની દિશા નક્કી કરશે. તેમાં ખામીઓ છે, પરંતુ તેમાં ગૌરવ પણ છે. તેમાં સંઘર્ષો છે, પરંતુ તેનું પોતાનું આત્મસન્માન પણ છે.
“નરક” જેવી ભાષાનો વાસ્તવિક ભય એ છે કે તે આવા શબ્દોને કે ચર્ચાઓને વંશીય દ્વેષમાં ફેરવે છે. જો અમેરિકા “જન્મસિદ્ધ નાગરિકતા” પર ચર્ચા કરવા માંગે છે, તો તેને તેમ કહેવા દો હા, અહીં બંધારણ, ચૌદમો સુધારો, અદાલતો, ઇમિગ્રેશન નીતિ – આ તેના પોતાના લોકશાહી વિવાદો છે. પરંતુ આ ચર્ચામાં, ભારત, ચીન કે અન્ય કોઈ દેશને ’નરક’ કહેવું એ લોકશાહી તર્કસંગતતાનું પતન છે જેને અમેરિકા પોતાનો અબાધિત અધિકાર માને છે.
પરંતુ ભારતીય નાગરિકો અને નેતાઓનું કે સત્તાધારી પાર્ટીનું અભેદ્ય મૌન આ મુદ્દે અકળાવનારું છે.
આપણે આજે અદ્વિતીય ઉપલબ્ધીઓ હાંસિલ કરી કોઈની પણ પરવાહની જરૂર ન હોય તે મુકામે પહોંચી ચુક્યા છીએ ત્યારે બીજા દેશવા વસવાની ચાહ માં પોતાના દેશની ગરિમાને ડુબાડો નહીં.નક્કી કરો કે, અમે હવેથી ભારતીય યુનિવર્સીટીઓમાં જ ભણીશું. જો ખાલી આવું અને આટલું થાય તો પણ પણ તે યુનિવર્સીટીઓને લપડાક લાગશે ત્યારે ભારતનો મહિમા ખ્યાલ આવશે..ભારતીયો વગરનું અમેરિકા કેવું ભાષે છે તે પણ સમજાય તો ભારતના ગૌરવની તો વાત જ ક્યાં આવે ??

- Advertisement -

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક
Next Article જૂલે વર્નની ‘માસ્ટર ઑફ ધી વર્લ્ડ’ આજે પણ અચરજ જગાવે છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?