દેશના અર્થતંત્ર માટે સોનું સૌથી મોટી ‘આર્થિક ઢાલ’
યુદ્ધ કે આર્થિક સંકટ સમયે સોનું અને ડોલર પર સૌથી વધુ ભરોસો
- Advertisement -
80% સોનું જ્વેલરી સ્વરૂપે હોવાથી લોકો ભાવ વધારાનો લાભ લેવાને બદલે સંગ્રહ કરવાનું પસંદ કરે છે, અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું ‘સેફ હેવન’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડોલર (₹450 લાખ કરોડ) ને પાર કરી ગઈ છે. આ આંકડો દેશની કુલ ૠઉઙ (4.1 ટ્રિલિયન ડોલર) કરતા પણ વધુ છે.
મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,500 ડોલર પ્રતિ ઔંસ (₹1,42,700 પ્રતિ 10 ગ્રામ) ને પાર ટ્રેડ કરી રહ્યું છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ઈંખઋ) અનુસાર, ભારતની ૠઉઙ હાલમાં લગભગ 4.1 ટ્રિલિયન ડોલર (લગભગ ₹370 લાખ કરોડ) છે. એટલે કે જો ભારતના ઘરોમાં રાખેલા સોનાની કુલ કિંમત જોવામાં આવે તો તે દેશની સંપૂર્ણ અર્થવ્યવસ્થા કરતા પણ વધુ છે.
ઇન્ફોમેરિક્સ વેલ્યુએશન એન્ડ રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ ડો. મનોરંજન શર્મા અનુસાર આ સરખામણી ઘણી રસપ્રદ છે. તેમણે કહ્યું, ‘ૠઉઙ એક ફ્લો વેરીએબલ એટલે કે સતત બદલાતું રહે છે જ્યારે ગોલ્ડ હોલ્ડિંગ એક સ્ટોક છે.
આ આંકડો ભારતના અર્થતંત્રમાં સોનાના સાંસ્કૃતિક, નાણાકીય અને મનોવૈજ્ઞાનિક મહત્વને દર્શાવે છે. યુદ્ધ, આર્થિક સંકટ કે મોંઘવારીના સમયે ભારતીયોનો ભરોસો સૌથી વધુ સોના અને અમેરિકી ડોલર પર જ રહે છે.’ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ સંપત્તિની કિંમત વધે છે, ત્યારે લોકો પોતાને ધનવાન અનુભવે છે અને વધુ ખર્ચ કરે છે. તેને વેલ્થ ઇફેક્ટ એટલે કે ધનનો પ્રભાવ કહેવાય છે. જોકે, એમકે ગ્લોબલનો એક રિપોર્ટ તેનાથી વિપરીત દાવો કરે છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 75-80% સોનું જ્વેલરીના રૂપમાં છે. લોકો તેને લાંબા ગાળાની બચત અને પરંપરા તરીકે જુએ છે. કારણ કે લોકો તેને વેચતા નથી, તેથી કિંમતો વધવાથી તેમના ખર્ચ કે ખરીદી પર કોઈ ખાસ અસર થતી નથી.
- Advertisement -
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ વધારી રહ્યું છે સોનાનો ખજાનો
માત્ર સામાન્ય લોકો જ નહીં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (છઇઈં) પણ પોતાનો ગોલ્ડ સ્ટોક સતત વધારી રહ્યું છે. 2024 થી અત્યાર સુધી છઇઈંએ પોતાના રિઝર્વમાં 75 ટન સોનું ઉમેર્યું છે. હવે ભારતનો કુલ સરકારી ગોલ્ડ રિઝર્વ 880 ટન થઈ ગયો છે. આ ભારતનાં કુલ વિદેશી મુદ્રા ભંડારનો લગભગ 14% હિસ્સો છે.
ગ્લોબલ ડિમાન્ડમાં ભારતનો 26% હિસ્સો
ચીન 28% સાથે પ્રથમ સ્થાને છે.
ભારતમાં સિક્કાની માગ પણ વધી છે, જે 23.9%થી વધીને 32% થઈ ગઈ છે.
ચીની ભારે ખરીદીથી ભાવ વધી રહ્યા છે
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે સોનાની કિંમતોમાં આ ઉછાળા પાછળ માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ દુનિયાભરની કેન્દ્રીય બેંકો પણ છે. ચીનની ’પીપલ્સ બેંક ઓફ ચાઇના’ મોટા પાયે સોનું ખરીદી રહી છે. ઘણા દેશો હવે ડોલર પર પોતાની નિર્ભરતા ઓછી કરવા અને જિયો-પોલિટિકલ જોખમથી બચવા માટે સોનાને સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે.



