રાહુલ ગાંધીનાં ફટાકડાં
દિવાળીના તહેવારોમાં અવનવા ફટાકડાં ફોડી આખી શેરીનું ધ્યાન ખેંચવા મથતો એક બાળક જેનું નામ – ગપ્પુ. દિવાળીના દિવસે ભરબપોરે આ ગપ્પુ અલગઅલગ પ્રકારના નાનામોટા બૉમ્બ લઈ આવ્યો. સૌપ્રથમ તેણે બીડી બૉમ્બ ફોડ્યો પણ કોઈએ તેની નોંધ ન લીધી એટલે બીજા બધા બાળકોને પકડી-પકડીને કહે, હવે ચકલી બૉમ્બ ફોડું એટલે જોવો! બધા ઘરની બહાર દોડી આવશે, મને બૉમ્બ ફોડતો જોવા માટે. પરંતુ અફસોસ ચકલી બૉમ્બ ફોડ્યે કશું ન વળ્યું. ચકલી બૉમ્બ બાદ બુલેટ બૉમ્બ અને પછી સૂતળી બૉમ્બ પણ ફોડીને અજમાવી લીધો. લોકો પોતપોતાના મસ્ત હતા, વ્યસ્ત હતા. ગપ્પુના બાલિશવેડાની કોઈ પર કશી અસર ન થઈ. ગપ્પુના બૉમ્બ ફોડી આખી શેરીનું ધ્યાન ખેંચવાનાં અભરખા સફળ ન થયા. શેરીના આ બાળક ગપ્પુ અને કોંગ્રેસના એક બાળક પપ્પુમાં જરીકે તફાવત નથી. પપ્પુ તરીકે પ્રખ્યાત રાહુલ ગાંધી તેમને કહેવાતા હાઈડ્રોજન બૉમ્બ, એટમ બૉમ્બથી લઈ ફલાણા બૉમ્બ અને ઢીકણા બૉમ્બથી પણ લોકોનું ધ્યાન ખેંચવા સફળ સાબિત થયા નથી. તેમની આ બાલિશતા ફક્ત એક બ્લન્ડર સાબિત થઈ ચૂકી છે. તેમનાં દરેક ફટાકડાં સૂરસૂરિયાં સાબિત થયા છે.
- Advertisement -
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું કે, મેથ્યુસ ફરેરો નામની એક વિદેશી છોકરીએ હરિયાણામાં એક દિવસમાં 223 વખત મતદાન કર્યું. રાહુલ ગાંધીની જેમ તેમની રીસર્ચ ટીમમાં પણ પાવલી જ છે- બાર આના ઓછા છે. પ્રથમ વાત એ કે, જે છોકરીનો ફોટો રાહુલે દેખાડ્યો તેનું નામ લારીસા છે, એ ફોટોખેંચનાર ફોટોગ્રાફરનું નામ મેથ્યુસ ફરેરો છે. હવે વાત રહી 223 વખત મતદાન કરવાની. જરા સમજીએ: સામાન્ય રીતે મતદાનનો સમય સવારે સાતથી સાંજે પાંચનો હોય છે. દસ કલાક. હવે એક મહિલા જો દસ કલાક દરમિયાન સવા બસ્સો વખત મતદાન કરવું હોય તો દર કલાકે લગભગ વીસ વખત વોટિંગ કરવું પડે. એ હિસાબે દર ત્રણ મિનિટે તેણે મત નાંખવા જવું પડે. શક્ય છે?
રાહુલનો એક જ ઍજન્ડા છે…
રાહુલ ગાંધી ભારતીય રાજનીતિથી એટલી હદે દૂર છે, કટઑફ્ફ છે કે, તેમની આ બધી ઝીણી વિગતોમાં ચાંચ ડૂબતી જ નથી. એમની અણઘડ ટીપ એમને કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પકડાવી દે છે અને રાહુલ ફટાફટ પ્રેસ કૉન્ફરન્સ કરી નાંખે છે
- Advertisement -
બીજો એક મુદ્દો રાહુલે ઉઠાવ્યો: હરિયાણાના સોનીપતનાં એક ગામમાં એક જ મકાનમાં 66 મતદાર હોવાનો દાવો કરીને વોટચોરીનો આક્ષેપ કર્યો: સત્ય એ છે કે, આ ઘરમાં કુલ 200 સભ્યો છે, જેમાંથી 150 મતદારો છે અને આ મકાન કુલ એક એકર જમીન પર ફેલાયેલું છે
માની લો કે, લારીસાબેન દોડી દોડીને 223 વખત મત નાંખી આવ્યા. તો સવાલ એ છે કે, ત્યારે કૉંગ્રેસના પોલિંગ એજન્ટ શું ઉંઘતા હતાં? એક જ છોકરી સવા બસ્સો વખત વૉટ આપવા આવે તો કોઈનું ધ્યાન ન જાય? કોમન સેન્સ ધરાવતી કોઈ જ વ્યક્તિને આ વાત ગળે ન ઉતરે. આ મોડેલનો ફોટો અનેક વોટર કાર્ડમાં હોય એ શક્ય છે. પરંતુ આવું પ્રથમ વખત બન્યું નથી. ઉત્તરપ્રદેશમાં 2018માં ચૂંટણી યોજાઈ ત્યારે દુર્ગાવતિ નામની મહિલાનાં મતદાર કાર્ડમાં સન્ની લીયોનીનો ફોટો આવી ગયો હતો. શું તેનો અર્થ એ થયો કે સન્ની ત્યાં જઈને મતદાન કરી આવી? એક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીનાં કાર્ડમાં હાથીનો ફોટો છપાઈ ગયો હતો તો કુંવર અંકુરસિંહના કાર્ડમાં હરણનો ફોટો હતો. શું એ હાથી અને હરણ પણ મત આપી આવ્યા હશે? વાસ્તવમાં એ સમયે એવું બન્યું હતું કે, ચૂંટણી પંચનો કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીનાં કોઈ ડેટા એન્ટ્રી ઓપરેટરને એજન્સી સાથે અંટસ થઈ ગઈ. નોકરી છોડતાં પહેલાં ગુસ્સામાં આવી ગડબડ કરતો ગયો.
બીજો એક મુદ્દો રાહુલે ઉઠાવ્યો: હરિયાણાના સોનીપતનાં એક ગામમાં એક જ મકાનમાં 66 મતદાર હોવાનો દાવો કરીને વોટચોરીનો આક્ષેપ કર્યો. સત્ય એ છે કે, આ ઘરમાં કુલ 200 સભ્યો છે, જેમાંથી 150 મતદારો છે અને આ મકાન કુલ એક એકર જમીન પર ફેલાયેલું છે. મકાનનાં માલીક જિલ્લા પંચાયતનાં ઉપાધ્યક્ષ છે. રાહુલ ગાંધીનું હોમવર્ક કાચું છે. પણ એમની પ્રતિબદ્ધતા 24 કેરેટની છે- દેશમાં અરાજકતા ફેલાવીને સરકાર ઉથલાવવા તેઓ પૂર્ણ પ્રતિબદ્ધ છે. ગઈકાલે જે એમણે કહ્યું કે, હવે તેઓ વોટચોરીનો મુદ્દો જેન-ઝી પાસે લઈ જશે. ભાવાર્થ સ્પષ્ટ છે: તેમને દેશમાં અંધાધૂંધી ફેલાવવી છે.
મૂળ વાત એ છે કે, રાહુલ ગાંધી ભારતીય રાજનીતિથી એટલી હદે દૂર છે, કટઑફ્ફ છે કે, તેમની આ બધી ઝીણી વિગતોમાં ચાંચ ડૂબતી જ નથી. એમની અણઘડ ટીપ એમને કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પકડાવી દે છે અને રાહુલ ફટાફટ પ્રેસ કૉન્ફરન્સ કરી નાંખે છે. પત્રકાર રજત શર્માએ સત્ય કહ્યું: અસલ વાત એ છે કે, રાહુલ હારની જવાબદારી પોતાનાં શિરે લેવાથી ભાગે છે, એમને સ્વીકાર નથી કરવો કે તેમનાં નેતૃત્વમાં દમખમ નથી. એટલે જ આવા તરકટ એમની આદત બની ચૂક્યાં છે.
રજત શર્માએ કહ્યું કે, 2014માં રાહુલ ગાંધીએ હાર બદલ પાર્ટીની નિષ્ફળતા, કમજોરીને જવાબદાર ગણાવી હતી, 2019માં ઈ.ડી. અને સી.બી.આઈ. તથા ઈન્કમટેક્સ વિભાગનો દુરૂપયોગ કરી ભાજપ જીત્યું તેવું કહ્યું અને છેલ્લી ચૂંટણી પછી ઈલેકશન કમિશનને જવાબદાર ઠેરવ્યું. રાહુલનાં તમામ 206 હાડકાં વાંકા છે અને મોટાં મગજમાં લેફ્ટ અને રાઈટ બ્રેઈન ફેઈલ્યોર્ડ છે, નાનાં મગજની તમામ નસોમાં બ્લૉકેજ છે, રક્ત પરિભ્રમણ સદંતર બંધ છે. એમની જીભડી સવા મીટર લાંબી છે પરંતુ એ જીભ ખોટું બોલવા ટેવાયેલી છે, ક્યારેક સત્ય બોલાઈ જાય તો જીભ લોહીલોહાણ થઈ જવાનો તેમને અભિશાપ છે. રાહુલને પોતાનાં સિવાય બધામાં ખોડખાંપણ દેખાય છે.
રાહુલ ગાંધી દિશાહિન છે. ક્યારેક હિંદુ વોટબેંક મેળવવા મંદિરોમાં જઈને પૂજા કરે છે, ક્યારેક ખુદને હિંદુ સાબિત કરવા માટે જનોઈધારી બ્રાહ્મણ ગણાવે છે તો ક્યારેક દેશમાંથી ગાયબ થઈ વિદેશમાં ક્યાં જાય છે? કોને મળે છે? શું કરે છે તેની કોઈને જ ખબર હોતી નથી. તેમને ભારતની સેના પર સવાલો ઉઠાવવા અને દેશના શત્રુઓને સહકાર આપવાની આદત છે છતાં ખુદને દેશભક્ત ગણાવે છે! પહેલા હારનું ઠીકરૂં ઈવીએમ પર ફોડે છે, પછી હારનું કારણ વૉટ ચોરી દર્શાવે છે.
ભારતના અડધોઅડધથી વધુ લોકો મોદી-ભાજપ સરકાર સાથે છે
2014ની શરૂ આતથી લઈ 2025 સુધીના અંત સુધી છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્ર મોદી ભારતને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે તેની સરખામણીમાં રાહુલ ગાંધી દેશ માટે શું કરી રહ્યા છે? વિશ્ર્વના પ્રસિદ્ધ નેતાઓમાં મોદી ટોચ પર પહોંચી ગયા છે અને દેશના ટોપ કોમેડિયનમાં રાહુલનું નામ આવી ગયું છે
પાના નં. 2થી ચાલું…
ક્યારેક ચીનના ખોળામાં બેસી જાય છે તો ક્યારેક અમેરિકા જઈ જમી આવે છે તો ક્યારેક પાકિસ્તાની નેતાઓના સૂર આલાપતા હોય છે. તળિયા વગરના લોટાઓનું પણ એક સ્ટેન્ડ હોય, એક વિઝન હોય, એક મિશન હોય પણ જીવનમાં પહેલીવાર એક એવી વ્યક્તિ જોઈ રહ્યો છું જેનું કોઈ સ્ટેન્ડ નથી, કોઈ મિશન નથી, કોઈ વિઝન નથી. આ વ્યક્તિ ગમે તેમ કરી મોદીને પછાડી સત્તા પચાવી પાડવા માગે છે પણ હર વખતે નિષ્ફળ નીવડે છે.
2014ની શરૂઆતથી લઈ 2025 સુધીના અંત સુધી છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્ર મોદી ભારતને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે તેની સરખામણીમાં રાહુલ ગાંધી દેશ માટે શું કરી રહ્યા છે? વિશ્ર્વના પ્રસિદ્ધ નેતાઓમાં મોદી ટોચ પર પહોંચી ગયા છે અને દેશના ટોપ કોમેડિયનમાં રાહુલનું નામ આવી ગયું છે. જેમ ચપટી ધૂળ ઉડાડવાથી સૂરજને કોઈ ફર્ક પડતો નથી તેમ રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહારોથી નરેન્દ્ર મોદીને કોઈ ફર્ક પડ્યો નથી પણ હા, ઈલેક્શન કમિશન, સીબીઆઈ, ઈડી, આઈટી વગેરે જેવી ડિપાર્ટમેન્ટને નીચા જોવાપણું અવશ્ય થયું છે. કોઈપણ ઘટના-વિષયમાં નરેન્દ્ર મોદીની ટીકા કરવા જતાં રાહુલ ગાંધીના એલફેલ બફાટથી ભારતની છબી દુનિયાભરમાં ખરડાઈ છે. એક સમયે રાહુલ ગાંધી ચીનનું નામ લઈ મોદી વિશે બફાટ કરતા આજે અમેરિકાનું નામ લઈ મોદી વિશે બકબક કરે છે. બીજી તરફ મોદીએ એક સમયે ચીન અને અત્યારે અમેરિકા એમ બે-બે મહાસત્તાને ભારતની ઔકાત-તાકાત દેખાડી દીધી એ પણ ચૂપચાપ. આ મોદીની મહાનતા છે. આ કારણે જ હું અને મારા જેવા લાખો-કરોડો મોદી ભક્તો મોદીજી પર આફરીન છે.
હું રાજકારણ સમજતો અને મતદાન કરતો આવ્યો છું ત્યારથી અભ્યાસ કરી રહ્યો છું કે, મોદીએ ભારત અને ભારતીય રાજકારણને એક અલગ સ્થાન પર પહોંચાડી દીધું છે. મોદી વિશ્ર્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક નેતા બની ગયા છે. તેઓ પોતાના અભ્યાસપૂર્ણ ભાષણ-વાતચીત વડે લોકોનાં પ્રિય પાત્ર બનવામાં સફળ બની રહ્યાં છે. હજુયે ભારતના કોઈપણ ખૂણામાં મોદીજીની જનસભા- રોડ-શો હોય તો જનતા તેમની એક ઝલક જોવા કે સાંભળવા ઉમટી પડે છે. ભારતના અડધોઅડધથી વધુ લોકો મોદી-ભાજપ સરકાર સાથે છે તેમજ રાષ્ટ્રીય સુરક્ષાથી લઈ વિદેશ નીતિ મામલે ભારતીયોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ-એનડીએ સરકાર પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે. કેટલા રાજ્યોમાં ભાજપ-એનડીએ ગર્વમેન્ટ અને કેટલા રાજ્યોમાં કોંગ્રેસ ગર્વમેન્ટ છે તેનો સરવાળો માંડી જૂઓ.
એક વાત એકદમ સીધી સરળ અને સ્પષ્ટ છે કે, સામાન્ય માનવીની મહત્વકાંક્ષાઓને મોદી જ સંતોષી શકશે. ધારસભ્ય અને સાંસદ ગૌણ છે, મોદી જ મુખ્ય છે. મોદીજી હોસ્પિટલ બનાવી રહ્યાં છે, મોદીજી મફત સારવાર અપાવી રહ્યાં છે, મોદીજી વીજળી, પાણી, ગેસ આપી રહ્યાં છે, મોદીજી બેંક ખાતામાં સીધા પૈસા જમા કરાવી રહ્યાં છે, મોદીજીએ રસ્તા-બ્રિજ બનાવ્યા, મોદીજીએ ઘર-શાળા-કોલેજ આપ્યા, મોદીજીથી પાકિસ્તાન પણ ડરે છે, મોદીજીથી ચીન-અમેરિકા પણ દબાઈ છે, મોદીજી મોબાઈલથી લઈ મિસાઈલ બનાવવાના કારખાના નાખે છે, મોદી છે તો બધું જ મુમકીન છે. જ્યાં જૂઓ ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર જનતા સ્વયંભૂ મોદીની સાથે છે, મોદીને ચાહે છે. મોદી સાથે દરેક માણસને મહોબ્બત છે.
આજેય મોદી..મોદી.. સાંભળુ છું તો મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. 2014માં આ શબ્દો મારા કાનમાં ગુંજી ઉઠ્યા હતા ત્યારે પણ લાગેલું કે કદાચ દુનિયાનાં રાજનૈતિક ઇતિહાસમાં આ બે અક્ષરનો.. બે શબ્દોનો.. એક નારો બની જશે. અને અચાનક ટીવી-ટ્વિટરમાં રાહુલ ગાંધીનું કોઈ નિવેદન આવે કે વિચાર થાય હસવું કે રડવું? કોંગ્રેસનું દુર્દશાનું કારણ રાહુલ હવે દેશની દુર્દશાનું કારણ બનતા જાય છે. મોદી જેવા નહીં બની શકે પણ માણા જેવા બનવા રાહુલ ગાંધી માટે મૌન અને મનોમંથન બંને આવશ્યક છે. રાહુલે રાજકરણમાં ટકી રહેવા વડાપ્રધાન-રાષ્ટ્ર વિરોધી સંપૂર્ણ બકવાસ બંધ કરવો પડશે. મોદી છીંક ખાય તો રાહુલ એ છીંકનો પણ વિરોધ કરવા ઉતરી પડે છે. રાહુલે સમજવું-વિચારવું જોઈએ મોદીની તમામ યોજના-નિર્ણયનો વિરોધ ન ભૂતો ન ભવિષ્યતિ શક્ય નથી.
મને લાગતું હતું કે, સમયની સાથે મોદીની જેમ રાહુલ પણ વધુને વધુ પરિપક્વ બનશે. જોકે આ મામલે હું તદ્દન ખોટો ઠર્યો છું. નિમ્ન કક્ષાની હરકતોને કારણે રાહુલે રહીસહી આબરૂ પણ ગુમાવી દીધી છે. જેમ નરેન્દ્ર મોદી પાસે ખુદને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાની અસંખ્ય કળાઓ રહેલી છે તેમ રાહુલ ગાંધી પાસે સ્વંયને હાસ્યાસ્પદ બનાવવાની એકથી એક ચઢિયાતી અદભુત કળા છે. મોદીને નોબલ પ્રાઈમ મળે કે ન મળે રાહુલને કોમેડી સર્કસમાં બેસ્ટ મનોરંજન પીરસનારા પાત્રનો એવોર્ડ મળવો જોઈએ. હા.. હા .. હા.. અંતમાં એટલું કહીશ જો કોઈ એવું સમજતું હોય કે, મોદીમાં એટલી શક્તિ છે કે યુએનમાં પણ મોદી જે ઈચ્છે એ કરાવી શકે છે, મોદી પોતાના પક્ષમાં યુએનમાં બધું કરાવી શકે છે, મોદી છે તો આપણે સુરક્ષિત છીએ, વિકાસશીલ અને પ્રગતિશીલ છીએ.



