By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    14 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    14 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    14 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    15 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    15 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અધૂરા ઘડાને માથે ચડાવવાનો જમાનો…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અધૂરા ઘડાને માથે ચડાવવાનો જમાનો…
Author

અધૂરા ઘડાને માથે ચડાવવાનો જમાનો…

Khaskhabar Editor
Last updated: 2025/11/01 at 4:10 PM
Khaskhabar Editor 11 months ago
Share
9 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

- Advertisement -

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, ખૂબ ખાટ્યો.

ગુરુજી કહે, રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.
કહે શિષ્ય, ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.

- Advertisement -

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.
રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.
વણિક કહે, કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ

પુરપતી કહે પખલીને, જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.
મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.

ચેલો બોલ્યો, હું ચઢું ને ગુરુ કહે, હું આપ;
અધિપતિ કહે, ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

ગુજરાતી કવિતાના શિરમોર કવિઓમાંથી એક એવા દલપતરામની આ કલ્ટ ક્લાસિક રચનામાં મધ્યવર્તી વિચાર શું છે? વેઈટ… સ્ટીવ જોબ્સ કહેતા કે કનેક્ટ ધ ડોટ્સ તો પહેલા અમૂક છૂટાછવાઈ ઘટનાઓ વિશે વાત કરીએ પછી તે બધા ડોટ્સને કનેક્ટ કરશું:

પ્રજા સાવ હલકી સામગ્રી પીરસતા સર્જકોને માથે ચડાવે તો તે કળાના ભાવક તરીકે તેઓની નિષ્ફળતા સૂચવે છે

ડોટ 1 : હું જયારે કોમર્સમાં ભણતો ત્યારે એક વિષયશિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે બહુ લોકપ્રિય હતા પણ સારા કારણોસર નહિ. વાતવાતમાં દ્વિઅર્થી જોક્સ, ગાળો અને સ્ત્રીઓ પ્રત્યે હલકી કોમેંટો તેમના લેકચરમા સામાન્ય હતી. શરૂશરૂમાં તો મને પણ મજા આવતી પણ પછી મન આ બધી વસ્તુથી ઉબી ગયુ અને પછી તે સર પ્રત્યે અત્યંત અણગમો થવા લાગ્યો અને હવે તે સામે આવે તો બોલાવવાનું પણ મન ન થાય. જોકે, તે સમયે તેઓ વિદ્યાર્થીઓમાં બહુ એટલે બહુ જ લોકપ્રિય હતા. ખબર નહિ પણ આ ઘટના દ્વારા કુદરત જાણે આગામી સમયનો સંકેત આપતી હશે……..
ડોટ 2 : ગયા ફેબ્રુઆરી મહિનામાં એક ગુજરાતી ફિલ્મ આવી હતી “ફાટી ને”. તેના સંદર્ભમાં મેં ત્યારે થોડુંક લખેલું: “થોડા સમય પહેલા જાવેદ અખ્તરનો એક વીડિયો જોયેલો. તેમાં તેઓએ કહ્યું કે આપણા યુપી, બિહાર હોય કે મેક્સિકોના બોર્ડર એરિયા હોય, ત્યાં બધે લોકો જમવામાં તીખી મરચી ખાતા હોય કારણ કે મૂળ તેમનો ખોરાક અમુક હદ સુધી ફિક્કો હોય છે. જો તેમનો ખોરાક જ મસાલેદાર હોય તો તેમને આવી રીતે અલગથી મરચી ખાવાની જરૂર ન પડે.
આ વાત કહેવાની જરૂર કેમ પડી? હમણાં એક ગુજરાતી ફિલ્મ આવી છે: ફાટી ને. પહેલા તો આ નામ જ વાંધાજનક છે પણ હજી હું આ શબ્દપ્રયોગને બેનિફિટ ઓફ ડાઉટ આપી દઉં પણ પછી આ ફિલ્મનો પ્રોમો જોયો. તેમાં એક બાવાજી આવે જેનું નામ હોય ભૂતમારીના! સુજ્ઞજનો તો સમજી જ ગયા હોય કે અહીં ખરેખર લેખક શું સૂચવવા માગતા હતા. રમેશ મહેતાના સમયથી દ્વિઅર્થી કોમેડી ફિલ્મો ચાલે જ છે પણ આ તો ટીનેજરો ક્લાસમાં કરતા હોય એવી કોમેડી થઈ. તમારે ફિલ્મોમાં કોમેડી માટે આવા શબ્દો વાપરવા પડે કે ફિલ્મના ટાઈટલ આવા રાખવા પડે એ સર્જનાત્મક ગરીબીની નિશાની છે. બોલિવુડમાં પણ સાજીદ ખાન, રોહિત શેટ્ટી કે ફરહાદ સામજી આવા જ હથોડા બનાવે છે અને ઓડીયન્સ પણ હવે તેમને રદિયો જ આપે છે. જે હોય તે અત્યાર સુધીમાં એફબી પર પાંચ છ રિવ્યૂ “ફાટી ને” પર વાંચ્યા અને હરામ જો કોઈએ આ વાત પર આંગળી ચીંધી હોય. બધા મુવિના વખાણ જ કરતા હતા. પછી, આ બધાય રોતા હોય કે પબ્લિક એમને ટ્રોલ કરે છે.
આ ગુજરાતી ફિલ્મોવાળા બોલીવુડ જેવું કરવા જાય છે એમાં ત્યાંના સારી વાતો અપનાવે કે નહી ત્યાંના અપલખણો બરોબર અપનાવે છે એ વાત પાક્કી. ”
“ફાટી ને” ફિલ્મના અમુક હૃદયમાં કોતરાઈ જાય એવા ડાયલોગ્સ:

“આ બાબાની આંખો આટલી મોટી કેમ છે?”
“બાબાથી કશુંક જોવાઈ ગયું લાગે છે.”
“આ બાબા વિશે તમે એક વાત ઓબઝરવ કરી?”
“એ જ ને કે બાબા જે વસ્ત્રો પેહેરે છે તેમાં તેઓએ ઝાંગિયો નથી પહેર્યો.”
ડોટ 3 : એક ગુજરાતી કોમેડી શો નામે “લવારી” બહુ ચાલે છે હમણાં. તેમાં થોડા સમય પહેલા એક વૃદ્ધ શખ્શ કે જેમનું નામ હતું દિનકર મહેતા તેમને બોલાવવામાં આવ્યા. નામ મન થોડુ જાણીતું લાગ્યું એટલે યુટ્યુબ પર થોડો એપિસોડ જોયો. પછી નીચે કોમેન્ટ્સ વાંચી તો ઘણા તે દાદાને ’ લિજેન્ડ ’, ’ ડાર્ક કોમેડીનો પરિચય સૌપ્રથમવાર ગુજરાતને કરાવનાર ’ , ’ ધ ઓજી દિનકર મહેતા ’ એવું બધું કહેતા હતા. આમેય તરુણાવસ્થામાં આ નામ ક્યાંક સાંભળેલું તો અમુક વિડિયો સર્ચ કરીને જોયા અને ભાઈસાબ નકરી ગાળાગાળી અને સાવ હલકી રમૂજ! હાસ્ય નિષ્પન્ન કરવા માટે માણસ કયા તળિયા સુધી જાઈ શકે તે આ દાદાના જોકમાં જોઈ લીધું. અને માણસો આને લિજેન્ડ કહેતા હતા! આમના જોકસને ડાર્ક હ્યુમરમાં ખપાવવા હતા! ડાર્ક હ્યુમર એટલે શું તે પણ કોઈને ખબર નહિ હોય અને ઓનીલાઈન ફેંકમફેંક ચાલુ હોય.
કનેક્ટિંગ ધ ડોટ્સ: ઘણીવાર એવું સાંભળવા મળે કે ફ્રીડમ ઓફ એકસપ્રેશન છે આપણા દેશમાં તો આ બધા કલાકારો અશ્લીલ સામગ્રી પીરસે તેમાં ખોટું શું છે? સામે તમે સારુ પીરસો ને!? તમને કોણ રોકે છે? પણ પણ પણ… આ બધા હલકા સર્જનો જનસામાન્યના ટેસ્ટને ડાઉનગ્રેડ કરવાનું જે કામ કરે છે ને તેના પર કોઈનું લક્ષ હોતું નથી અથવા કોઈને આપવું નથી હોતું. આપણો સમય લિમિટેડ છે તો આપણે એટલા સમયમાં ક્યારેય કોઈ સર્જનને માણશું તો મોટાભાગે લોકપ્રિયતાના માપદંડને જ નજરમાં રાખીને કોઈ ફિલ્મ, ગીત કે વાર્તાને માણશું. એવામાં જો પ્રજા સાવ હલકી સામગ્રી પીરસતા સર્જકોને માથે ચડાવે તો તે કળાના ભાવક તરીકે તેઓની નિષ્ફળતા સૂચવે છે. માન્યું કે બીભત્સ પણ એક રસ છે તો તેને ચાખવો જોઈએ પણ તે અલ્પમાત્રામાં હોય વિપુલ નહિ. શાકમાં સ્વાદ પૂરતા મસાલા હોય પણ નકર મસાલાનું શાક ખાવા જઈએ તો પછી પાચનતંત્ર હડતાલ પર વહેલુંમોડું ઉતરી જ જવાનું છે.
આપણા શાસ્ત્રીય સંગીતના વારસાને સાંગોપાંગ જાળવી રાખનાર અત્યારના ગ્રેટ કહી શકાય તેવા કૌશિકી ચક્રવર્તીની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબરસ છે 46 હજારની આસપાસ અને સંગીતના નામે હલકા ચેનચાળા અને ઘોંઘાટને પ્રમોટ કરનાર રેપર બાદશાહની યુટ્યુબ ચેનલના સબ્ક્રાઈબરસ કેટલા? 83 લાખ! અને આપણે અપેક્ષા રાખીએ કે કોઈ કલાકાર પોતાના સમય, ઊર્જા અને સંસાધનો ખર્ચીને આપણને સુમધુર અને ગુણવત્તાસભર સંગીત આપે એમ! “ખાંડ ખાઓ છો ખાંડ!”

પૂર્ણાહુતિ:
ઠીંગણાઓના પડછાયા જ્યારે લાંબા દેખાય ત્યારે સમજવાનું કે સૂર્યાસ્ત નજીક છે.

-થોમસ કાર્લાઈન

You Might Also Like

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્ર્વ જેને હંમેશા યાદ રાખશે એ અમેરિકાના પ્રેસિડેન્ટો લિંકન અને ટ્રમ્પ
Next Article તાલાલા તાલુકાનાં ગુંદરણ ગિર ગામના ખેડૂતોનો આક્રોશ: ઉદ્યોગપતિની જેમ ખેડૂતોના દેવા માફ કરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?