ડી.એચ. કોલેજના મેદાનમાં આયોજિત ગોપી રાસોત્સવે શહેરીજનોને મોટી સંખ્યામાં આકર્ષિત કર્યા છે: મુંબઈ અને રાજકોટના જાણીતા સિંગરોએ રજૂ કરેલા પ્રાચીન ગરબાએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલા ડી.એચ. કોલેજના મેદાનમાં ચાલી રહેલા ગોપી રાસોત્સવે જમાવટ કરી દીધી છે અને બહેનોને ગરબે રમતી જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. મુંબઈ અને રાજકોટનાં સિંગરોએ માતાજીના પ્રાચીન ગરબા રજૂ કરીને મન મોહી લીધું હતું તો ઓરકેસ્ટ્રાની ધમાલે વાતાવરણને જમાવી દીધું હતું.
- Advertisement -
આ રાસોત્સવ નિહાળવા માટે ડીસીપી ઝોન – 1 હેતલબેન પટેલ, મૌલેશભાઈ પટેલ, ગોવિંદભાઇ પટેલ, નાથાભાઈ કાલરીયા, કિરીટભાઇ આદ્રોજા, રાજેશભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલિયા, દિનેશભાઇ અમૃતિયા, દિગ્વિજયસિંહ જાડેજા, જીમીભાઈ અડવાણી, રાકેશભાઈ દેસાઇ, અશોકસિંહ વાઘેલા, નીતીનભાઇ કણસાગરા ગાયત્રીબા વાઘેલા, વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરગમ લેડીઝ કલબ આયોજિત આ ગોપી રાસોત્સવને માણવા માટે ત્રીજે નોરતે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ મહેમાનોમાં ત્રીજું નોરતું તા.24/09/25 ને બુધવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. પરસોતમભાઈ રૂપાલા, અરવિંદભાઈ પટેલ, સુરેશભાઈ નંદવાણા, ભુપતભાઈ બોદર, રમેશભાઈ ટીલાળા, ડો. હેમાંગભાઈ વસાવડા, મુકેશભાઇ દોશી, રાકેશભાઈ પોપટ, ડી. કે. સખીયા, પ્ર્ફુલ્લભાઈ હદવાણી, ઉમેશભાઈ રાજ્યગુરુ, જગદીશભાઈ કોટડીયા, હરેશભાઈ લાખાણી, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢિયા, ગીરધરભાઈ દોંગા, હેતલભાઈ રાજ્યગુરુ, રાજેશભાઈ કાલરીયા, કલ્પેશભાઇ પલાણ, માધવભાઈ દવે, દિનકરભાઈ (રોકી), ધીરેનભાઈ લોટીયા, હરેશભાઈ વોરા, જશવંતસિંહ ભટ્ટી, હરિસિંગભાઈ સુથરિયા, પ્રેમચંદ અગ્રવાલ, હરકાંતભાઈ કિયાડા, કમલકુમાર જૈન, શૈલેશભાઈ ખુંટ, રાજેન્દ્રભાઈ મહેતા, રવિભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વસાણી, નીતિનભાઈ ખુંટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સરગમ લેડીઝ કલબ દ્વારા ગરબાના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલી વ્યવસ્થા પણ સુંદર છે અને લોકો શાંતિથી બહેનોના ગરબા જોઇ શકે છે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, મનસુખભાઇ ધંધુકિયા, રમેશભાઈ અકબરી, દીપકભાઈ શાહ ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, મિતલબેન ચગ, સુધાબેન દોશી, ઉર્વશીબેન ટાંક જહેમત ઉઠાવી રહ્યા છે..