ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી ગ્રીન ઇંડિયા મિશન, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, મુખ્યમંત્રી વૃક્ષારોપણ પ્રોત્સાહન યોજના જેવા વિવિધ અભિયાન તથા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલા છે અને વડાપ્રધાન મોદીએ પણ ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનને સફળતાપૂર્વક જનમાનસમાં સાકાર કરેલ છે ત્યારે જય ખોડિયાર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કાળીપાટ (રાજકોટ) ઈઊઝઙ ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને ઈઊઝઙ ના ડાયરેક્ટરો ભૂપતભાઇ બોદર અને જગદીશભાઈ બોદરના સઘન પ્રયાસોથી રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફિનિશર્સ એસોસિએશનના હોદેદારો અને ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વૃક્ષોનો જતનપૂર્વક ઉછેર અને સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને કપડાંની થેલીનો ઉપયોગ કરવા માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા પ્રતિજ્ઞા લઈ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફિનિશર્સ એસોસિએશનના હોદેદારો દ્વારા ભૂપતભાઈ બોદરને અભિનંદન પાઠવ્યા હતા. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે તેમ અંતમાં ઈઊઝઙ ના ડાયરેક્ટર ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફિનિશર્સ એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ શર્મા તથા હોદેદારો સુરેશભાઈ મામતોરા, સંજયભાઈ મહેતા, સુરેશભાઈ શાહ, તુષારભાઈ શાહ, વિરલભાઈ તલસાણીયા, રાધિકાબેન ચુડાસમા અને ઈઊઙઝ ના મનોજભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ અગ્રાવત અને ધર્મેશભાઈ આસોદરીય, સી. ટી. પટેલ, નિલેશ ખૂંટ ઉપસ્થિત રહ્યા હતા.



