28 યુગલો રઝળી પડતાં પોલીસે માનવતા મહેકાવી વર-વધૂના લગ્ન કરાવ્યા હતા
સુરત-વડોદરા ભાગી ગયો હતો : 15 દિવસથી રાજકોટ આવેલો ચંદ્રેશ ઘરમાં પુરાઈ રહેતો : પત્ની ઘરે તાળું મારી કામે જતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેલનગરમાં ગયા ફેબ્રુઆરી માસમાં ઋષિવંશી સેવા સંઘના નેજા હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવાની જાહેરાત કરી 28 વર-વધુની ફી ઉઘરાવી લગ્નના દિવસે જ 28 વર-વધુને લગ્ન સ્થળ પર જ રઝળાવી આયોજકો ફરાર થઈ ગયાં હતાં. જે ગુનામાં મુખ્ય સૂત્રધાર અને આયોજક ચંદ્રેશ છાત્રાલાને પોલીસે દબોચી લીધો હતો અને બે દિવસના રિમાન્ડ પર લઈ સઘન પૂછતાછ આદરી હતી.
બનાવ અંગે શાપર રહેતાં કાનજીભાઈ દેવશીભાઇ ટાટમીયાએ પ્રનગર પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, રૂષિવંશી સેવા સંધ રાજકોટ દ્રારા આયોજીત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન ચંદ્રેશભાઈ છાત્રોલા તેમજ તેમના મિત્ર સર્કલ દ્રારા કરેલ છે આ લગ્નમા 11 દિકરીઓના લગ્ન તા.22/02/2025ના રેલનગરમાં જ્યા જગ્યા મળશે ત્યા કરશે, જેમાં ક્ધયા પક્ષ અને વરરાજા પક્ષની ફિ 15 હજાર છે તેમ પોતાની દિકરીના લગ્ન રૂષિવંશી સેવા સંઘ આયોજીત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમા તા. 04/12/2025ના ચંદ્રેશ છાત્રોલાના ઘરે ગયેલ હોય અને તેમને જણાવેલ કે, હુ તથા દિલીપભાઈ ગોહીલ, દિપકભાઈ હિરાણી, હાર્દિકભાઈ શીસાગીયા, મનીષ વિઠ્ઠકલાપરા તથા દિલી5 વરસડા તેમજ અમારૂ મિત્ર મંડળ સમુહ લગ્નનું આયોજન કરીશું, જેમાં ક્ધયા અને વરરાજા પક્ષ તેમ બન્ને પક્ષોએ પચાસ પચાસ માણસોએ હાજર રેહવાનુ થાશે જે બાદ તેઓએ દિકરીના લગ્નનું ફોર્મ ભરેલ હતું. આરોપીએ આપેલ પહોંચમાં એન.વી.ઇવેન્ટ ગ્રુપ દ્રારા આયોજીત 11 દિકરીના સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું હેડીંગ લખેલ હતું જે બાદ ગઈ તા.22-2 ના સવારના સાત વાગ્યાની આસપાસ સગા સંબંધી કંકોત્રીમાં જણાવેલ લગ્ન સ્થળ ખોડીયાર હોટેલની સામે બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે એડીબી હોટેલ સામે રેલનગર ખાતે ગયા હતા અલગ અલગ ક્ધયા તેમજ વરરાજા પક્ષના મેહમાનો તેમજ તેમના સંગા સંબંધીઓ આવવા લાગેલ હતાં પરંતુ લગ્નના આયોજનમાં કોઈ ખાણીપીણીની વ્યવસ્થા કે કોઇ જ આયોજન કરેલ ના હોય, તેમજ આયોજકને ફોન કરતા ફોન બંધ આવતા ચંદ્રેશ છાત્રોલાના ઘરે જતા પરે તાળુ મારેલ હતું. હોય જેથી લગ્ન મંડપમાં હાજર વર ક્ધયાના કુલ 28 વર વધુના કુલ રૂ.8.40 લાખ રોકડ મેળવી આયોજકો ફરાર થઇ જતા ફરીયાદ નોંધાવી હતી.
ગુનાની ગંભીરતાં દાખવી શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાએ આરોપીને પકડવાની આપેલ સૂચનાથી છેલ્લા બે માસથી પોલીસ પકડથી દૂર રહેલ મુખ્ય સૂત્રધારને પકડવા નાસતા ફરતા સ્કોડ-2 ના પીએસઆઈ આર.આર.કોઠીયા અને ટીમ તપાસમાં હતી ત્યારે સ્ટાફને મળેલ સંયુકત બાતમીના આધારે નાસતા ફરતા ચંદ્રેશ જગદીશ છાત્રોલા તેના ઘરે વાવડીમાંથી જ દબોચી લઈ પ્ર. નગર પોલીસ હવાલે કર્યો હતો પોલીસ પૂછતાછમાં મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા રાજકોટથી સુરત, નડિયાદ તરફ ભાગતો ફરતો હતો અને ત્યાંથી 15 દિવસ પહેલાં જ તે પોતાના ઘરે આવ્યો હતો. તેમની પત્ની સવારે કામ જાય ત્યારે બહારથી તાળું મારી જતી અને આરોપી અંદર પુરાઈને રહેતો હોવાની ખુલ્યું હતું હાલ પોલીસે તેને બે દિવસના રીમાન્ડ પર લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં અગાઉ આરોપી દિલીપભાઈ ગોહીલ, દિપકભાઈ હિરાણી, મનીષ વિઠ્ઠલાપરા તથા દિલી5 વરસડા પકડાઈ ચુકેલ છે.



