રાજકોટમાં ચાલું સિઝનની સૌથી વધુ 13.4 ડિગ્રી ઠંડી
પ્રવાસીઓ ઠુંઠવાયા: નલિયામાં 12 ડિગ્રી, પોરબંદર, વડોદરા અને ડિસામાં 14 ડિગ્રી: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની તીવ્રતા વધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવે શિયાળો જામવા લાગ્યો છે અને ઠંડીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. રાજકોટ શહેરમાં આજે ચાલુ સિઝનની સૌથી વધુ 13.4 ડિગ્રી, ઠંડી નોંધાતા નગરજનોએ તીવ્ર ઠંડીનો અહેસાસ કર્યો હતો. આ ઉપરાંત આજે ગિરનાર પર્વત પણ ઠંડોબોળ થઇ જતા પ્રવાસીઓ ઠુઠવાયા હતા. જ્યારે આજરોજ નલિયા ખાતે 12 ડિગ્રી, અમદાવાદ 16.2, વડોદરામાં 14.6, ભાવનગરમાં 17.4, ભુજમાં 15.6, દમણમાં 20.6, ડિસામાં 14.3, દિવમાં 16.8, દ્વારકામાં 18.6, કંડલામાં 18.6, પોરબંદરમાં 14.5, સુરતમાં 21.9 અને વેરાવળ ખાતે 18.8 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
દરમ્યાન ગઇકાલે ડિસેમ્બર માસનો પ્રારંભે જુનાગઢ અને જીલ્લામાં ઠંડીનો પારો નીચે ગગડી જવા પામતા શિયાળાનો મિજાજનો અનુભવ થવા પામ્યો છે. ઠંડીનો પારો 2.9 ડિગ્રી વધુ નીચે આવતા લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. ગિરનાર પર્વત ઉપર 7.35 ડિગ્રીએ પારો નીચે આવી જતા ઠંડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. યાત્રીકો પ્રવાસીઓએ રવિવારની રજાનો આલ્હાદક વાતાવરણનો લાભ લીધો હતો. સાથે હીમ જેવો ઠંડો પવન ફુંકાતા વાતાવરણ ઠંડુગાર થવા પામતા પર્યટકોએ ગિરનારના રોપવેને બદલે પગથિયા ઉતરી આલ્હાદક વાતાવરણ અને લીલીછમ વનરાઇઓ, ઝરણાનો કુદરતી નઝારો મળ્યો હતો. મહતમ તાપમાન 26 ડિગ્રીએ અને લઘુતમ તાપમાનની 12.3 ડિગ્રી નોંધાયું હતું.
- Advertisement -
જ્યારે જામનગરમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રી નોંધાતા વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં 27.5 ડિગ્રીઅ અને ભેજના પ્રમાણમાં 2 ટકાનો વધારો નોંધાયો હતો. સુસવાટા મારતા પવનના કારણે સવારે અને રાત્રીના ઠંડીમાં વધારો થયો છે. વડવા ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ સહિત તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં થઈ રહેલી વધ-ઘટ વચ્ચે શહેરમાં 48 કલાકમાં 1.5 ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14 ડિગ્રી અને મહતમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું.વાતાવરણમાં ભેજનું પ્રમાણમા 2 ટકાનો વધારો થતાં 58 ટકા પહોચ્યું હતું.જ્યારે સુસવાટા મારતા પાવનની ગતિ પ્રતિકલાક 4.6 કિમિ નોંધાઇ હતી.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તા.4 ડિસેમ્બર સુધી જામનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરી છે. જયારે પવનની ગતિ 9 થી 13 કીમી પ્રતિકલાક અને ભેજનું પ્રમાણ 65 ટકા રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં શિયાળુ પાક ચણા, લસણ, ઘઉં, જીરું, ધાણા, ડુંગળી, મેથી વગેરેનું વાવેતર સમયસર પૂર્ણ કરવું.
શહેરમાં છેલ્લા બે દિવસથી પવનની ગતીમાં વધારો થયો છે અને દિવસભર સૂસવાટા મારતા ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આટલું જ નહીં પવનની ગતિ વધતા લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે ઠંડી વધી છે, ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના લોકો વિશેષ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.