ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરો તૂટયા : અમુકમાં ઉંધી સર્કિટ : ભારે વેચવાલીથી ધબડકો
અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોને કારણે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂપિયા પર આવી ગયો હતો અને શેર લોઅર સર્કિટ લાગી હતી. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો હતો.
- Advertisement -
શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂપિયા થયો હતો અને શેર લોઅર સર્કિટમાં અથડાયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને 1159 રૂપિયા, ACCનો શેર 10 ટકા ઘટીને 1966.55 રૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અને સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને 301 રૂપિયા પર આવી ગયો હતો.
યુએસએ ગૌતમ અદાણી પર રોકાણકારોને છેતરવાનો, ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લગાવ્યો