ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરની જાણીતી સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ અને ભારત વિકાસ પરિષદ આનંદનગર દ્વારા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણજીએ કંડારેલી કેળવણીરૂપી કેડી પર ચાલી જ્ઞાનપ્રચુર સમાજના નિર્માણ માટે સમાજના ઘડવૈયા તરીકેની કપરી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહેલા આપણા શહેરની શાન સમા વિવિધ સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા 11 શ્રેષ્ઠ શિક્ષક ભાઈઓ-બહેનોનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષકદિને તા. 5 ને ગુરુવારના રોજ સવારના 9-45 વાગે કાલાવડ રોડ પર નૂતનનગર હોલ પાસે આવેલ કે. જે. કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજવામાં આવેલો છે.
- Advertisement -
શહેરના ગૌરવસમા ડો. ભાવેશભાઈ દવે, રમેશભાઈ પીઠીયા, કૌશિકભાઈ છાંટબાર, લીનાબેન વીસરોલીયા, દિપેશભાઈ સોનીગ્રા, વિજયભાઈ ટાંક, દિલીપભાઈ મકવાણા, મીરાબેન પાટણવાડીયા, મધુબેન વિરડીયા, ભૂપેન્દ્રભાઈ રૂપારેલીયા, દીપકભાઈ ગોસાઈનું કુમકુમ તિલક કરી, ખેસ તેમજ સુતરની આંટી પહેરાવી, પુષ્પગુચ્છ, શ્રીફળ, સાકરનો પડો, પુસ્તક, વિવેકાનંદજીનો ફોટો, સ્મૃતિ ભેટ, શિલ્ડ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન કરવામાં આવશે.
શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા અનેરા અવસરમાં નિવૃત્ત પ્રિન્સિપાલ ભાનુપ્રસાદ પંડ્યા, જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઈ પટેલ, મોઢવણિક સમાજના અગ્રણી કિરીટભાઈ સી. પટેલ, વિનોદરાય પટેલ સહિતના સમાજ જીવનના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, પ્રફુલભાઈ ગૌસ્વામી, વી. ડી. વઘાસિયા, રમેશભાઈ દત્તા, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોષી, વિપુલભાઈ ભટ્ટ, વિજયભાઈ કુંભારવાડીયા, નૈષધભાઈ વોરા, કામેબ માજી જહેમત ઉઠાવી રહ્યા છે.