લોકોએ પીએમ આવાસમાં તોડફોડ કરી અને કિંમતી માલ સામાન ઉઠાવી ગયા
શેખ હસીનાના રાજીનામા પછી અને દેશ છોડ્યા પછી, લોકોએ સૂત્રોચ્ચાર કરતા ઢાંકામાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસ ‘સંસદ ભવન’માં પ્રવેશ કર્યો હતો. લોકોએ સંસદ ભવન પર પણ કબજો જમાવ્યો હતો. શેખ હસીનના ઘરમાં પણ પ્રદર્શનકારીઓએ લુંટ કરી હતી. ઘરની બધી વસ્તુ લૂટી ગયા હતા.
- Advertisement -
વિરોધીઓ સાંસદોની ખુરશીઓ અને સ્પીકરની સીટ પર ચઢતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહયાં હતા. દેશના આર્મી ચીફે લોકોને હિંસા છોડીને પોતાના ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશનો ઐતિહાસિક વારસો રહ્યો છે. બાંગલાદેશ બન્યાના ત્રણ વર્ષ પછી એક બળવામાં શેખ મુજીબ રહેમાનની હત્યા કરવામાં આવી હતી. ઘણા દાયકાઓ પછી,2024 માં, તેમની પુત્રી શેખ હસીના સત્તા પર આવી ત્યારે તે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના શિકાર બન્યા હતા.
સોમવારે બાંગ્લાદેશમાં જે કંઈ થયું, તેની પૃષ્ઠભૂમિ ઘણા સમય પહેલાથી તૈયાર થઈ ગઈ હતી. હસીનાની સામે તેની અપ્રિયતા અને તખ્તાપલટની વાર્તા લખાઈ રહી હતી. પરંતુ તે જોઈ ન શકી હતી. હસીનાને દેશ માત્ર 45 મીનીટમાં જ છોડવો પડયો હતો. તે ઢાંકાથી લશ્કરી હેલિકોપ્ટરમાં ભારતના હિંડન એરબેઝ આવી હતી. અહીં તે ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળી ટૂંક સમયમાં લંડન જવા નીકળવાની હતી. આ અંતર્ગત ભારતમાં પણ બેઠકોનો રાઉન્ડ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત કમર આગા કહે છે, ’હસીના સમજી શકી ન હતી કે સંજોગો તેની વિરુદ્ધ જઈ રહ્યા છે. અર્થતંત્ર રેકોર્ડ મુજબ સારું કામ કરી રહ્યું હતું.
- Advertisement -
પરંતુ બાંગલાદેશમાં અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ વધી રહી હતી. બેરોજગારી ચરમસીમાએ પહોચી ગઈ હતી. લોકોને એ વાતનો ગુસ્સો હતો કે નોકરી માટે 40 ટકા આરક્ષણ માત્ર થોડા જ પરિવારોને જ મળે છે. જમાત-એ-ઈસ્લામી જેવી કટ્ટરપંથી પાર્ટીઓએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો . ભારતમાં પણ બાંગલાદેશમાં થતાં પ્રદર્શન અંતર્ગત ઢાંકામાં એરપોર્ટ બંધ થયા બાદ ચેન્નાઈથી ઢાંકામાં જતી ફ્લાઈટને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ ઢાંકાની ફ્લાઈટ બંધ કરી દીધી. મેઘાલયે સરહદી જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ લાદ્યો હતો.
આસામના બોર્ડર પરના જિલ્લાઓ હાઈ એલર્ટ પર હતા. બાંગ્લાદેશની સેનાએ જાહેરાત કરી છે કે મંગળવારથી દેશમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવશે. શાળાઓ, કોલેજો, તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ઓફિસો પણ ખુલી જશે.