ખાસ-ખબર ન્યૂઝ દાહોદ
સુરતમાં ટેક્સટાઈલનાં મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુતરનાં એશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીનાં દરોડા પડ્યા હતા. કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. એશ્વર્યા ગ્રુપનાં માલિક રમેશ ડુમસિયા છે. સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
પલસાણા રોડ પર આવેલી એશ્વર્યા ડાઈંગ મીલમાં અધિકારીઓએ તપાસ શરૂૂ કરી છે. એશ્વર્યા ગ્રુપની ઓફીસો, માલિકનાં ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશ્વર્યા ગ્રુપનાં માલિકનાં પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલનાં ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.