ગિરનારની દ્વિઅંગી વનસ્પતિ પર સંશોધન કરતી ભાગ્યશ્રી ડાંગર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઈઠઈજ ખાતે જીવન વિજ્ઞાન વિભાગમાં પી.એચડી. સ્કોલર અને જુનિયર રિસર્ચ આસિસ્ટન્ટ સુશ્રી ભાગ્યશ્રી ડાંગરને ઈંઉઊઅ ઠઈંકઉ તરફથી 900 ડોલર રકમની સાધન સહાય મળી છે. જેમાં લેપટોપ, અંડર વોટર કેમેરા અને ૠઙજ સહિતના સાધન પૂરા પાડવામાં આવેલા છે. આવા સાધનો મળવાથી ભાગ્યશ્રી ડાંગરને બ્રાયોફાઇટ્સ પરના તેમના સંશોધનમાં નોંધપાત્ર લાભદાયી બની રહેશે.
આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કંઝર્વેશન સ્ટડીઝમાં જુનિયર રિચર્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને લાઈફ સાયન્સ ભવનમાં ડો.રાજેશ રવિયાના માર્ગદર્શન હેઠળ વનસ્પતિ શાસ્ત્રમાં પી.એચડી.કરી રહેલ ભાગ્યશ્રી ડાંગર વિશ્વના બ્રાયોફાઇટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપમાં ગુજરાતની પ્રથમ તથા ભારત ભરમાથી સૌથી યુવા વૈજ્ઞાનિક છે.તેણીને તાજેતરમાં અમેરીકા સ્થિત ઈંઉઈંઅ ઠઈંકઉ સંસ્થા તરફથી 900 ડોલરની રકમનાં તેમનાં સંશોધનકાર્યમાં ઉપયોગી સાધનોની સહાય કરવામાં આવી છે.
જેનાથી કુ.ભાગ્યશ્રી ડાંગરને ગિરનારના જંગલમાં થતી બ્રાયોફાઈટ એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓ પરના સંશોધનકાર્યમાં ઉપયોગી બની રહેશે. અમેરીકાની સંસ્થાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની. શોધસ્કોલર્સનાં શોધકાર્યની નોંધ લઇને તેણીને તેમનાં શોધકાર્યમાં ઉપયોગી કેમેરા, લેપટોપ જેવા સાધનો ફાળવવા મેળવેલ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના અધ્યાપક અને ભાગ્યશ્રીનાં શોધકાર્યનાં માર્ગદર્શક ડો. રાજેશ રવિયાએ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે કુ.ભાગ્યશ્રી ડાંગરના સંશોધનથી વિશ્ર્વકક્ષાએ યુનિવર્સિટીને ગૌરવ પ્રાપ્ત થયું છે.તથા યુનિવર્સિટી ખાતે શરૂ થયેલ નવીન વાઇલ્ડ લાઇફ રીચર્સ સેન્ટર ખાતે ચાલતા સંશોધનને વેગ મળશે.
ભાગ્યશ્રીએ કે દ્વિઅંગી વનસ્પતિઓ પરના સંશોધન પ્રદાન બદલ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (ઈંઞઈગ) દ્વારા વિશ્વની બ્રાયોફાઈટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપમાં સમાવેશ થયો છે.