ગત વર્ષ કરતા 3 ટકા ઓછું રિઝલ્ટ આવ્યું
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 82.49 ટકા જાહેર થયું છે. જો કે, ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ 3 ટકા ઓછું આવ્યું છે. પાછલા વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ હતું, જે આ વખતે ઘટીને 82.49 ટકા પહોંચ્યું છે. આજરોજ પરિણામ જાહેર થતાની સાથે જ રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબે ઘૂમી પરિણામની ઉજવણી કરી હતી.
- Advertisement -
આજના પરિણામ અંગે વિદ્યાર્થીની ગાંગાણી કોમલ મનીષભાઇએ જણાવ્યું હતું કે, મારા પિતા ગોદરેજ કંપનીમાં સર્વિસ કરે છે. આજે જે પરિણામ આવ્યું તેનાથી હું ખુબ ખુશ છું. ગુજકેટનું પરિણામ પણ ખુબ સારું આવ્યું છે. પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી માટે થોડી નર્વ્સનેસ જરૂર હતી, પરંતુ પરિવારનો સપોર્ટ શાળાની મહેનત અને યોગ્ય માર્ગદર્શન થકી આ પરિણામ મેળવ્યું છે. કુલ 99.13 ઙછ આવ્યા છે, જેનાથી સંતોષ છે. પરંતુ ફિઝિક્સ વિષયમાં ધાર્યા કરતા થોડા ઓછા માર્ક આવ્યા છે. ઓવરઓલ જે પરિણામ આવ્યું તેનાથી ખુશ છું. આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઇચ્છા ધરાવું છું.