ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ખાણ-ખનીજ કચેરીની તપાસ ટીમ દ્વારા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ કરી અને ખનીજનું બિનઅધિકૃત વહન કરવા બદલ 05 વાહનોની અટકાયત કરી રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા સિંઘવ નાગદાનભાઇ ટીડાભાઇના વાહન ટ્રેકટર નં.ૠઉં-11-ઈઉ-2536માં ભરેલ બિ.લાઇમસ્ટોન ખનીજ વહન કરવા માટેનો રોયલ્ટીપાસ કે ડીલીવરીપાસ વગર કુલ-4 મે.ટન બિ.લાઇમસ્ટોન ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું. આ જ રીતે બોસ્તાર રાહુલભાઇ માત્રાભાઇના વાહન ડમ્પર નં.ૠઉં-13-અઠ-8632(16 િુંયિ)માં ભરેલ સેન્ડસ્ટોન(નોર્મલ) ખનીજ વહન કરવા માટે ડિલીવરી પાસનો સમયપૂર્ણ થયા બાદ કુલ-33.514 મે.ટન સેન્ડસ્ટોન(નોર્મલ) ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરાયું હતું. ઉપરાંત ભરતભાઇ સોલંકીના વાહન ડમ્પર નં.ૠઉં-36-ટ-5014(12 િુંયિ)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસનો સમયપૂર્ણ થયા બાદ કુલ-33.590 મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરાયું હતું.
તેમજ રૂતુરાજસિંહ આર. ઝાલાના વાહન ડમ્પર નં.ૠઉં-03-ઈઞ-3005(12 િુંયિ)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ 10.200 મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું. આ જ રીતે ભરતભાઇ સોલંકીના વાહન ડમ્પર નં.ૠઉં-36-ટ-5015(12 િુંયિ)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ 10.890 મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.
ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં 5 વાહનોની અટકાયત કરી રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ
