By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    22 minutes ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    55 minutes ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    24 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    1 day ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા
    30 minutes ago
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    22 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    22 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    50 minutes ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    22 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    1 day ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 day ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 24 કલાકમાં 5 અને છેલ્લાં 15 દિવસમાં 11 બ્રિજ થયા કડડભૂસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 24 કલાકમાં 5 અને છેલ્લાં 15 દિવસમાં 11 બ્રિજ થયા કડડભૂસ
રાષ્ટ્રીય

24 કલાકમાં 5 અને છેલ્લાં 15 દિવસમાં 11 બ્રિજ થયા કડડભૂસ

Khaskhabar Editor
Last updated: 2024/07/04 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અંગ્રેજકાળના હોય કે આધુનિક, પુલોનું સ્મશાન બન્યું બિહાર

સિવાન અને છપરામાં પાંચ પુલ ધરાશાયી થયા પહેલા છેલ્લાં બે સપ્તાહમાં અરરિયા, સિવાન, મોતિહારી, કિશનગંજ અને મધુબનીમાં કુલ 6 પુલ ધરાશાયી થયા હતા

- Advertisement -

સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી

બિહારમાં જાણે પુલ તૂટી પડવાની હારમાળા શરૂ થઈ ગઈ છે. બિહારના વિવિધ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 11 પુલ ધરાશાયી થયા છે. કેટલીક જગ્યાએ બ્રિટિશ જમાનાનો પુલ ધોવાઈ ગયો છે તો કેટલીક જગ્યાએ 5 વર્ષ જૂનો પુલ પાણીના દબાણ સામે ટકી શક્યો નથી. બુધવાર-ગુરુવારે (3-4 જુલાઈ 2024) એકલા સિવાન અને સારણ જિલ્લામાં 5 પુલ ધરાશાયી થયા છે. પુલ તૂટી પડવાની ઘટનાઓને લઈને વિપક્ષે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે.

બુધવારે સિવાન જિલ્લામાં પુલ તૂટી પડવાની ત્રણ ઘટનાઓ નોંધાઈ હતી. પહેલી ઘટના મહારાજગંજ સબડિવિઝનના દેવરિયા ગામમાં બની હતી, જ્યાં ગંડક નદી પરના પુલનો એક પિલર નીચે પડી ગયો હતો અને પુલ તૂટી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ લગભગ 40 વર્ષ જૂનો હતો. પુલ તૂટી જવાની બીજી ઘટના મહારાજગંજ બ્લોકની તેવટા પંચાયતમાં બની, સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ માત્ર 5 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તે જ સમયે, પુલ તૂટી પડવાની ત્રીજી ઘટના મહારાજગંજના ધમહી ગામમાં બની હતી. લોકોનું કહેવું છે કે નદીમાં પાણીનો ઝડપી પ્રવાહ અને જળસ્તર વધવાને કારણે પુલ પ્રેશર સહન કરી શકતા નથી.

- Advertisement -

બિહારના સારણ જિલ્લામાં પણ 2 પુલ તૂટી પડવાની માહિતી મળી રહી છે. છપરા એ સારણ જિલ્લાનું મુખ્ય મથક છે. છપરામાં ગંડક નદી પર જનતા બજાર વિસ્તારમાં પહેલો પુલ તૂટી ગયો હતો. આ જ વિસ્તારમાં બીજો પુલ પણ તૂટી ગયો હતો, જે ત્યાંથી લગભગ એક કિલોમીટર દૂર છે. આ પુલ લગભગ 100 વર્ષ જૂનો હતો અને અંગ્રેજોના સમયથી ઉભો હતો. સિવાન અને છપરામાં પાંચ પુલ ધરાશાયી થયા પહેલા છેલ્લા બે સપ્તાહમાં અરરિયા, સિવાન, મોતિહારી, કિશનગંજ અને મધુબનીમાં કુલ 6 પુલ ધરાશાયી થયા હતા.

પુલ તૂટી પડવાની ઘટનાઓને લઈને વિપક્ષ હવે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેજસ્વી યાદવે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બુધવારે ડ પર લખ્યું, આજે બિહારમાં એક જ દિવસમાં 3થી વધુ પુલ તૂટી પડ્યા. સુશાસનના સૌજન્યથી, છેલ્લા 15 દિવસોમાં બિહારમાં કુલ 9 પુલોએ જળ સમાધિ લીધી છે. ડબલ એન્જિન સરકાર હવે તેની ફરજો, તેની કાર્યક્ષમ વસૂલી સિસ્ટમ અને તેના ડબલ એન્જિન સંચાલિત ભ્રષ્ટાચાર માટે વિપક્ષને દોષી ઠેરવી શકે છે.
ઉલ્લેખનીય છે કે 18 જૂનથી બિહારમાં સતત પુલ તૂટવાના અહેવાલો આવી રહ્યા છે. 18 જૂને અરરિયામાં બકરા નદી પર નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જ્યારે 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો. 23 જૂને, પૂર્વ ચંપારણમાં નિર્માણાધીન એક પુલ તૂટી પડ્યો હતો, જ્યારે 27 જૂને બિહારના કિશનગંજમાં કનકાઈ અને મહાનંદા નદીઓને જોડતી નાની ઉપનદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો. તે જ દિવસે મધુબની જિલ્લામાં એક પુલ તૂટી પડ્યો હતો અને 30 જૂને કિશનગંજમાં એક પુલ ધરાશાયી થયો હતો.

You Might Also Like

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા

ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું

ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન

એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!

પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો

TAGGED: bihar, BRIDGES, bridges collapsed
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દાંતામાં આભ ફાટ્યું 4 કલાકમાં 8 ઈંચ વરસાદ
Next Article બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની જમીન સંપાદનનું 100% કામ પૂર્ણ થયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું
ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા
Meta અને Microsoft Layoffs 2026: 16,000 નોકરીઓ કપાઈ, AIથી વૈશ્વિક રોજગારમાં મોટો ફેરફાર
આજે દુર્લભ દિવસ હોવાથી રેવતી નક્ષત્રમાં મંગળનો પ્રવેશ થતા જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?