અંગ્રેજકાળના હોય કે આધુનિક, પુલોનું સ્મશાન બન્યું બિહાર
સિવાન અને છપરામાં પાંચ પુલ ધરાશાયી થયા પહેલા છેલ્લાં બે સપ્તાહમાં અરરિયા, સિવાન, મોતિહારી, કિશનગંજ અને મધુબનીમાં કુલ 6 પુલ ધરાશાયી થયા હતા
- Advertisement -
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
બિહારમાં જાણે પુલ તૂટી પડવાની હારમાળા શરૂ થઈ ગઈ છે. બિહારના વિવિધ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 11 પુલ ધરાશાયી થયા છે. કેટલીક જગ્યાએ બ્રિટિશ જમાનાનો પુલ ધોવાઈ ગયો છે તો કેટલીક જગ્યાએ 5 વર્ષ જૂનો પુલ પાણીના દબાણ સામે ટકી શક્યો નથી. બુધવાર-ગુરુવારે (3-4 જુલાઈ 2024) એકલા સિવાન અને સારણ જિલ્લામાં 5 પુલ ધરાશાયી થયા છે. પુલ તૂટી પડવાની ઘટનાઓને લઈને વિપક્ષે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે.
બુધવારે સિવાન જિલ્લામાં પુલ તૂટી પડવાની ત્રણ ઘટનાઓ નોંધાઈ હતી. પહેલી ઘટના મહારાજગંજ સબડિવિઝનના દેવરિયા ગામમાં બની હતી, જ્યાં ગંડક નદી પરના પુલનો એક પિલર નીચે પડી ગયો હતો અને પુલ તૂટી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ લગભગ 40 વર્ષ જૂનો હતો. પુલ તૂટી જવાની બીજી ઘટના મહારાજગંજ બ્લોકની તેવટા પંચાયતમાં બની, સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ માત્ર 5 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તે જ સમયે, પુલ તૂટી પડવાની ત્રીજી ઘટના મહારાજગંજના ધમહી ગામમાં બની હતી. લોકોનું કહેવું છે કે નદીમાં પાણીનો ઝડપી પ્રવાહ અને જળસ્તર વધવાને કારણે પુલ પ્રેશર સહન કરી શકતા નથી.
- Advertisement -
બિહારના સારણ જિલ્લામાં પણ 2 પુલ તૂટી પડવાની માહિતી મળી રહી છે. છપરા એ સારણ જિલ્લાનું મુખ્ય મથક છે. છપરામાં ગંડક નદી પર જનતા બજાર વિસ્તારમાં પહેલો પુલ તૂટી ગયો હતો. આ જ વિસ્તારમાં બીજો પુલ પણ તૂટી ગયો હતો, જે ત્યાંથી લગભગ એક કિલોમીટર દૂર છે. આ પુલ લગભગ 100 વર્ષ જૂનો હતો અને અંગ્રેજોના સમયથી ઉભો હતો. સિવાન અને છપરામાં પાંચ પુલ ધરાશાયી થયા પહેલા છેલ્લા બે સપ્તાહમાં અરરિયા, સિવાન, મોતિહારી, કિશનગંજ અને મધુબનીમાં કુલ 6 પુલ ધરાશાયી થયા હતા.
પુલ તૂટી પડવાની ઘટનાઓને લઈને વિપક્ષ હવે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેજસ્વી યાદવે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બુધવારે ડ પર લખ્યું, આજે બિહારમાં એક જ દિવસમાં 3થી વધુ પુલ તૂટી પડ્યા. સુશાસનના સૌજન્યથી, છેલ્લા 15 દિવસોમાં બિહારમાં કુલ 9 પુલોએ જળ સમાધિ લીધી છે. ડબલ એન્જિન સરકાર હવે તેની ફરજો, તેની કાર્યક્ષમ વસૂલી સિસ્ટમ અને તેના ડબલ એન્જિન સંચાલિત ભ્રષ્ટાચાર માટે વિપક્ષને દોષી ઠેરવી શકે છે.
ઉલ્લેખનીય છે કે 18 જૂનથી બિહારમાં સતત પુલ તૂટવાના અહેવાલો આવી રહ્યા છે. 18 જૂને અરરિયામાં બકરા નદી પર નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જ્યારે 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો. 23 જૂને, પૂર્વ ચંપારણમાં નિર્માણાધીન એક પુલ તૂટી પડ્યો હતો, જ્યારે 27 જૂને બિહારના કિશનગંજમાં કનકાઈ અને મહાનંદા નદીઓને જોડતી નાની ઉપનદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો. તે જ દિવસે મધુબની જિલ્લામાં એક પુલ તૂટી પડ્યો હતો અને 30 જૂને કિશનગંજમાં એક પુલ ધરાશાયી થયો હતો.