ખાસ-ખબર સંવાદદાતા
પ્રદુષણ હવે કયાં કયાં નથી પહોંચ્યું તે જ પ્રશ્ન છે. લોહીમાં પણ હવે માઈક્રોપ્લાસ્ટીકના અંશ મળી આવ્યા છે તો હવે દુનિયાના સૌથી ઉંચા ગણાતા માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ જેટલું પ્રદુષણનો પહાડ સમુદ્રના તળીયે ખડકાયો છે. સમુદ્ર એ કોઈ ફકત લહેરાતુ પાણી નથી પણ પૃથ્વીના 75% ક્ષેત્રમાં સમુદ્ર છે જે જીવન માટે પણ જરૂરી છે તેમાં હવે પૃથ્વી પરનું પ્રદુષણ ઠલવાઈ રહ્યું છે અને હવે હાલમાં જ એક અભ્યાસમાં જોવા મળ્યું કે પેસીફીક સમુદ્રમાં અટાકામા ટ્રેન્સમાં ખતરનાક પ્રદુષણના પહાડો ખડકાયા છે. જે છેક સમુદ્રના તળીયે છે. ઉંડે 8842 મીટર પણ પ્રદુષણ પહોંચી ગયું છે. જેમાં સૌથી મહત્વનું એ છે કે, આ પ્રદુષણમાં 60% હિસ્સો પોલીકલોહાઈનેટેડ બાઈફિવાલ્સ નામનો ઘાતક રસાયણનો છે અને તે 1970થી પ્રતિબંધીત છે જે સમુદ્રી જહાજો મારફત આવ્યા હોવાનું મનાય છે તો પર્યાવરણના ખતરા સામે લોકોને જાગૃત કરવા પોર્ટુગલના પાટનગર લીસ્બનમાં એક સપ્તાહમાં સિગારેટના સાડા છ લાખ ઠુંઠા એકત્ર કરી પહાડ બનાવાયો હતો. આ ઠુંઠા કે જેને બટસ તરીકે ઓળખાય છે તેમાં પ્લાસ્ટીક હોય છે જે જમીનને પ્રદુષીત કરે છે અને દર વર્ષે 4.5 ટ્રીલીયન બટસ (ઠુંઠા) આ પ્રકારે જમીનમાં ભળે છે.