મે કરતા જૂન મહિનામાં 376 દસ્તાવેજ ઓછા નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં જૂન-2025માં કુલ 3046 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં આ માસમાં કુલ દસ્તાવેજોની નોંધણી ફીમાં રૂ. 1,94,89,930 અને સ્ટેમ્પ ડ્યુટીની રૂ.12,74,99,262 સહિત કુલ રૂ.14,69,48,192ની આવક થઇ હતી. નવી જંત્રીના કારણે દિવસે દિવસે નોંધણી ફી તેમજ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જમીન ખરીદીમાં હવે મહિલાઓ પણ વધુ પ્રમાણમાં ઝંપલાવી રહી છે અને આથી હવે તેઓના નામે પણ દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે. ત્યારે જિલ્લાની 11 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લોકોની પણ ભીડ રહે છે.
- Advertisement -
જો કોઇ મહિલા જમીન પોતાના નામે ખરીદવા માંગતી હોય તેવા કિસ્સાઓમાં તેઓને 1 ટકા નોંધણી ફી માફ કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 1-6-2025થી તા. 30-6-2025 દરમિયાન કુલ 3046 દસ્તાવેજ નોંધાયા હતા. આમ જૂન માસમાં નોંધાયેલા દસ્તવાજોમાંથી દસ્તાવેજોની દસ્તાવેજોની નોંધણી ફીમાં રૂ. 1,94,89,930 અને સ્ટેમ્પ ડ્યુટીની રૂ.12,74,99,262 સહિત કુલ રૂ.14,69,48,192ની આવક થઇ હતી.
જ્યારે મે-2025માં 3422 દસ્તાવેજોનો નોંધણી સાથે રૂ. 13.78 કરોડની આવક થઇ હતી. આમ મે માસની સામે જૂન માસમાં 376 દસ્તાવેજો ઓછા નોંધાયા હતા. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 581 દસ્તાવેજ નોંધાયા સુરેન્દ્રનગર જિલ્લામાં દસ્તાવેજી નોંધણી માટે 11 સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. ત્યારે આ કચેરીઓમાં જૂન-2025માં મૂળીમાં 192, ધ્રાંગધ્રામાં 400, વઢવાણમાં 515, લીંબડીમાં 277, દસાડા-પાટડીમાં 328, સુરેન્દ્રનગરમાં 581, ચોટીલામાં 237, સાયલામાં 99, ચુડામાં 105, લખતરમાં 192 અને થાનમાં 120 દસ્તાવેજ નોંધાયા હતા.