અમેરિકામાં 24 કલાકમાં 5.68 લાખ, બ્રિટનમાં 2.18 લાખ, ઈટાલીમાં 1.71 લાખ, ફ્રાન્સમાં 2.71 લાખ નવા કેસ
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા એક સપ્તાહથી દુનિયાભરમાં કોરોનાવાયરસ મહામારી અને તેના ખતરનાક નવા વેરિઅન્ટ એ હાહાકાર મચાવી દીધો છે અને અમેરિકા સહિત દુનિયાના અલગ-અલગ દેશોમાં દરરોજ જંગી માત્રામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને ભયંકર પરિસ્થિતિ ઊભી થઇ છે. દુનિયાભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 21.50 લાખ નવા કેસ બહાર આવ્યા છે અને અલગ અલગ દેશોમાં નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. અમેરિકાની હાલત સૌથી ખરાબ યથાવત રહી છે અને એક દિવસમાં અહીં 5.69 લાખ નવા કેસ બહાર આવી ગયા છે અને ગઈકાલે અમેરિકામાં એક જ દિવસમાં દસ લાખ નવા કેસ બહાર આવ્યા હતા. અને એક અહેવાલ મુજબ અમેરિકામાં જેટલા નવા કેસ છેલ્લા એક સપ્તાહ દરમિયાન બહાર આવ્યા છે જેમાં 90 ટકા ઓમીક્રોનના કેસ હોવાનું જણાવવામાં આવ્યું છે અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ છે.
અમેરિકાના પ્રમુખ દ્વારા લોકોને તમામ નિયમોનું કડક પાલન કરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. બ્રિટનમાં પણ પરિસ્થિતી ચિંતા જનક બનેલી છે અને અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 2.18 લાખ નવા ગેસ બહાર આવ્યા છે અને તમામ હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. અનેક શહેરોમાં કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.
- Advertisement -
USમાં 60%થી વધુ કેસો ઓમિક્રોન વેરિયન્ટના
USમાં નોંધાયેલા નવા કેસોમાં 60%થી વધુ ઓમિક્રોનના કેસ છે. આ પછી લગભગ 38-40 ટકા કેસ ડેલ્ટા વેરિયન્ટના છે. ગયા અઠવાડિયે અહીં એક જ દિવસમાં 5.90 લાખ નવા કેસ નોંધાયા હતા. 29 નવેમ્બર 2021 પછી દેશમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. 28 નવેમ્બરે જ્યાં કોરોનાના નવા કેસ 23 હજારથી થોડા વધુ હતા, 29 નવેમ્બરના રોજ તે એક લાખને પાર કરી ગયા હતા. ઈઉઈ અનુસાર, અમેરિકામાં કોરોનાના કુલ કેસ 5 કરોડ 37 લાખ 95 હજાર 407 છે અને એને કારણે અત્યારસુધીમાં 8 લાખ 20 હજાર 355 લોકોનાં મોત થયાં છે.