– ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ માર્ગ-સલામતીનો પાઠ આવશે
દેશના માર્ગો પર સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા તથા ડ્રાઈવીંગ વધુ કુશળતાપૂર્વક કરવાની ક્ષમતા માટે હવે લર્નીંગ લાયસન્સ માટે પણ ફકત થોડી મીનીટો નહી પણ પૂરા બે કલાકની પરીક્ષા લેવાની તૈયારી છે અને આ પરીક્ષામાં 60% કે તેથી વધુ માર્કસ મેળવનારાને જ લર્નીંગ લાયસન્સ માટે યોગ્ય ગણાશે.
- Advertisement -
કેન્દ્ર સરકારે તમામ રાજયોને આ નવી વ્યવસ્થા ત્રણ માસમાં લાગુ કરવા માટે સુચના આપી છે. આ ઉપરાંત માર્ગ પરિવહન મંત્રાલયનાં જણાવ્યા મુજબ હવે શાળાઓમાં પણ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સુરક્ષીત ડ્રાઈવીંગનાં પાઠ શીખવવામાં આવશે. જેમાં માર્ગ પરના ટ્રાફીક નિયમો તથા ટ્રાફીક નિશાનીઓ અને ક્રોસીંગ સહીતના સમયે
જે સાવધાની રાખવાની જરૂર છે તે શિખવાડાશે. આ માટેની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે તથા ડ્રાઈવીંગ લાયસન્સનાં કોર્ષ ઓનલાઈન પણ શીખવાડાશે તેથી તેઓ પરીક્ષા આપનારને પણ સરળતા રહેશે તેમજ હવે ડ્રાઈવીંગ લાયસન્સને પુરી રીતે આધાર સાથે જોડીને તેમાં કોઈ વૈકલ્પીક આઈડી ચાલશે નહીં.