કુલ રૂ. 2000નો દંડ વસૂલી એક વિરૂદ્ધ MV ACT 207 મુજબ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં 26 જુલાઈથી 25 ઓગસ્ટ સુધી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં ટ્રાફિક નિયમનની ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ દંડાત્મક અથવા કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે તેવામાં ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા પણ ટ્રાફિક અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી
- Advertisement -
જેમાં પીએસઆઇ સોલંકી, નવઘણભાઈ, વિરેન્દ્રસિંહ સહિતનાઓ દ્વારા શહેરના હળવદ રીડ પોલીસ ચોકી નજીક ટ્રાફિક ડ્રાઇવ યોજી કુલ 12 જેટલા ઇસમોને ટ્રાફિક નિયમ ભનાગ બદલ દંડ ફટકારી એક ઇસમને એમ.વી એક્ટ 207 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.