જૂનાગઢ ગુજસીટોકના આરોપી જયેશ સોલંકીને રાજકોટ જેલથી કબ્જો લેતી પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢના રાજુ સોલંકી સહિત પાંચ શખ્સ સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં રાજકોટ જેલમાં રહેલા રાજુ સોલંકીના ભાઇનો કબ્જો લઇ બે દિવસના રિમાન્ડ મેળવીતેના ઘરે તપાસ કરતા ત્યાંથી દસ્તાવેજ, કોરા ચેક, વાહનની આરસીબુક સહિત 116 શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હતા. જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી રાજકોટ જેલમાં હોવાથી પોલીસે તેનો જેલમાંથી કબ્જો મેળવી ગુજસીકોટના ગુનામાં ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
તપાસનીશ અધિકારી ડિવાયએસપી ડી.વી.કોડીયાતરે જણાવ્યુ હતુ કે, જયેશ બાવજી સોલંકી સામે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એકટ, રાયોટીંગ, મારામારી, પ્રોહીબીશન સહિતના નવ ગુના દાખલ થયેલા છે. રિમાન્ડ દરમિયાન તેને સાથે રાખી તેના ઘરે તપાસ કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ પ્રકારના કુલ 116 શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા હતા. આમ શંકાસ્પદ સાહિત્ય અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઘણા લોકો આ ટોળકીનો ભોગ બન્યાની બાતમી મળી છે આથી જે કોઇ વ્યક્તિ આ ટોળકીનો ભગ બન્યા હોય તેઓ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.