ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
દિવાળીના માત્ર 4 દિવસ પહેલા જ દેશભરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે. AQI.in મુજબ, રવિવારે સવારે 10 વાગ્યા સુધી દેશના 11 શહેરોનું AQI લેવલ 300થી ઉપર નોંધાયું હતું. તેમાં ભીવાડી, દિલ્હી, નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, જયપુર, બુલંદશહર, અમૃતસર, અલીગઢ, સોનીપત અને ફરીદાબાદના નામ સામેલ છે.રાજસ્થાનનું ભિવડી 610 AQI સાથે સૌથી ભયજનક સ્થિતિમાં હતું. દિલ્હી પણ ગેસ ચેમ્બર બની ગયું છે, અહીં રવિવારે સવારે આનંદ વિહારમાં અચઈં 400થી ઉપર નોંધાયો હતો.આગરામાં પણ પ્રદૂષણ અને ધુમ્મસના કારણે તાજમહેલ ઝાંખો દેખાતો હતો. મુંબઈના મરીન ડ્રાઈવમાં પણ સવારે ધુમ્મસનું એક લેયર જોવા મળ્યું હતું. અહીં, દિવાળી પહેલા દિલ્હીમાં હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ 1 જાન્યુઆરી, 2025 સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આદેશો અનુસાર ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં, ફટાકડાની ઓનલાઈન ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં ગ્રીન ફટાકડાનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિબંધને કડક રીતે લાગુ કરવાની જવાબદારી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે.
- Advertisement -
દિલ્હી પોલીસ દરરોજ તેનો રિપોર્ટ DPCCને આપશે.દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર કર્યા બાદ દિલ્હી એનસીઆરમાં ગ્રેપ-1 લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ છે. કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટે એજન્સીઓને જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો (BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ) પર કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. કમિશને એજન્સીઓને રસ્તાના બાંધકામ, રિનોવેશન પ્રોજેક્ટ્સ અને મેન્ટેનન્સ પ્રવૃત્તિઓમાં એન્ટી સ્મોગ ગન, પાણીનો છંટકાવ અને ડસ્ટ રીપિલેંટ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટે પણ કહ્યું છે.
AQI શું છે અને તેનું ઉચ્ચ સ્તર કેમ જોખમી છે?
AQI એક પ્રકારનું થર્મોમીટર છે. તે તાપમાનને બદલે પ્રદૂષણ માપવાનું કામ કરે છે. આ સ્કેલ દ્વારા, હવામાં હાજર CO (કાર્બન ડાયોક્સાઇડ), ઓઝોન, NO2 (નાઇટ્રોજન ડાયોક્સાઇડ), PM 2.5 (પાર્ટિક્યુલેટ મેટર) અને PM 10 પ્રદૂષકોની માત્રા તપાસવામાં આવે છે અને શૂન્યથી 500 સુધીના રીડિંગમાં બતાવવામાં આવે છે. હવામાં પ્રદૂષકોનું પ્રમાણ જેટલું વધારે છે, તેટલું AQI સ્તર વધારે રહે છે. અને AQI જેટલો વધુ છે તેટલી હવા વધુ જોખમી છે. જો કે 200 અને 300 વચ્ચેનો AQI પણ ખરાબ માનવામાં આવે છે, પરંતુ સ્થિતિ એવી છે કે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં તે 300થી ઉપર પહોંચી ગયો છે. આ વધતો AQI માત્ર એક નંબર નથી. આ આગામી બીમારીઓના ભયનો પણ સંકેત છે.