તાજેતરમાં લોકસભામાં આંકડા રજૂ કરાયા
પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરવામાં દેશમાં ગુજરાત છઠ્ઠા સ્થાને
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલ ડેટા અનુસાર ગુજરાતમાં 2022-23માં દર બે મિનિટે એક ટન પ્લાસ્ટિક કચરો ઉતપન્ન થાય છે અને દર કલાકે 31 ટન અને આખરે વાર્ષિક 2.71 લાખ ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. આ આંકડાએ દેશનાં રાજ્યોમાં ગુજરાતને છઠ્ઠા સ્થાને રાખ્યું છે.
તમિલનાડુ, વાર્ષિક 7.82 લાખ ટન પ્લાસ્ટિક કચરા ઉત્પાદન સાથે ટોચ પર છે, ત્યારબાદ તેલંગાણા 5.28 લાખ ટન અને દિલ્હી 4.03 લાખ ટન બીજા અને ત્રીજા સ્થાને છે.
ગુજરાત માટે થોડી સારી બાબતએ છે કે 2021-22 માં 3.13ની લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થયો હતો, જ્યારે 2022-23માં તે 2.71 લાખ ટન થયો હતો. જે વાર્ષિક 13.5 ટકાનો ઘટાડો દર્શાવે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અગાઉનાં અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે અમદાવાદ જેવાં શહેરોમાં પેદા થતાં કુલ પ્લાસ્ટિકનાં કચરામાંથી મુખ્ય 88 ટકા હિસ્સો ઉચ્ચ ઘનતા અને ઓછી ઘનતાવાળા પોલિઇથિલિનનો હતો. કોથળીઓ, દૂધનાં પાઉચ, પેકિંગ વસ્તુઓ વગેરે સૌથી વધુ હોય છે અન્ય ઘટકોમાં પોલીપ્રોપીલીન, પીવીસી અને પોલીઈથીલીનનો સમાવેશ થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કામ કરતાં પર્યાવરણવાદીએ જણાવ્યું હતું કે, “ઘણી જગ્યાએ કાગળની થેલીઓ સહિતની બેગ કેરી કરવાની વાત આવે ત્યારે પોલિઇથિલિનના અવેજીનો ઉપયોગ કરવા અંગે જાગૃતિ આવી છે. પરંતુ હજુ પણ પ્લાસ્ટિકની થેલીઓ છૂટક ખરીદી પર પ્રભુત્વ ધરાવે છે, પછી ભલે તે શાકભાજી અને ફળો હોય કે નક્કર ચીજવસ્તુઓ હોય.
- Advertisement -
મુખ્ય મુદ્દો સ્ત્રોત પર અલગતાનો છે. જ્યારે એ વાત સાચી છે કે ઘણાં પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ત્યારે અમે મોટાભાગે તમામ કચરાને રિસાયકલ કરી શકીએ છીએ.
નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે, આ ગણતરી દર્શાવે છે કે ગુજરાતમાં વસતી દરેક વ્યક્તિ લગભગ 4.2 કિલો પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. આ દરરોજ લગભગ 11-12 ગ્રામ અથવા બે પોલિઇથિલિન બેગ જેટલું થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ’રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ’નો મંત્ર એટલે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો, ફરીથી વાપરી શકાય તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો અને પ્લાસ્ટિકને રિસાયકલ કરવાથી પ્લાસ્ટિકનાં કચરાને રોકવામાં મદદ કરી શકે છે.
પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરતાં ટોપ 5 રાજય
રાજ્યો વાર્ષિક દર કલાકે
તમિલનાડુ 7.82 લાખ ટન 89.3 ટન
તેલંગાણા 5.28 લાખ ટન 60.3 ટન
દિલ્હી 4.03 લાખ ટન 46 ટન
મહારાષ્ટ્ર 3.95 લાખ ટન 45.2 ટન
કોલકાતા 3.6 લાખ ટન 41.2 ટન
ગુજરાત 2.71 લાખ ટન 31 ટન