શહેર પાણીમાં ડૂબ્યું – શહેરીજનોમાં આક્રોશ
સ્થાનિક લોકોની હૈયાવરાળ, ખરાબ સ્થિતિ માટે તંત્ર જવાબદાર: પુરમાં લોકોની હાલત કફોડી બની: કાર બાઈક લોકો પાણીમાં તણાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં થયેલ મેઘ તાંડવ થી શહેર જળ બબાંકાર જેવી સ્થિતિ વણસી હતી એવા સામે શહેરના અનેક વિસ્તારોમાં નદીઓ વેહતી જોવા મળી હતી જેમાં અનેક ના મકાનો ધરાશાય થયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તેની સાથે પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર,બાઈક અને લોકો તાણાવાના દ્રશ્યો થી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
- Advertisement -
જૂનાગઢ ગિરનાર પર જાણે આભ ફાટ્યું હોય તેમ દામોદર કુંડ , ત્રિવેણી નદી અને કાળાવામાં પૂર આવતા અને સોસાયટીની દીવાલો તૂટી જતા શહેરમાં જાણે પૂર આવ્યું હોય તેવા દર્શ્યો જોવા મળ્યા હતા એવા સમયે અચાનક પાણી નો પ્રવાહ ઘરોમાં અને સોસાયટીમાં ઘુસી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા આજે સ્થાનિક લોકો તંત્રના પાપે થયાનો આક્ષેપ કર્યો હતો અને જવબદારો સામે પગલા ભરવાની માંગ કરી રહ્યા છે.
જયારે જૂનાગઢ શહેરમાં અચાનક જન સેલાબ આવતા તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું શહેરના અનેક વિસ્તારો જળ બબાંકાર થયા પછી આગેવાનો અને તંત્ર દોડતું થયું હતું પૂર ના પાણી ઓસર્યા બાદ આજે લોકો ઘરની બહાર નીકળી ને એવા આક્ષેપ કરી રહ્યા છે કે જે નદીના વહેણ અને વોંકળા કાંઠે જે પેશકદમી કરવામાં આવીછે અને દીવાલો ઉભી કરી દેતા પાણી સોસાયટી વિસ્તારોમાં ઘુસી ગયા હતા અને લોકો ને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે જેમાં નાના મકાનો ધરાસાય થયા તેની સાથે ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી ને ભારે નુકશાન થયું છે તેની સાથે કિંમતી કાર અને બાઇકોને ભારે નુકશાન જોવા મળ્યું અને અનેક માનવ જિંદગી પાણીમાં વહી જતા મોત ને ભેટ્યા એવા સમયે લોકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ઘેડ પંથકમાં ખેડૂતોને ભારે નુકસાન
જૂનાગઢ જીલ્લામાં બીપરજોય વાવાઝોડા બાદ સતત વરસાદ શરુ થયો હતો અને સતત વરસાદના કારણે ઘેડ પંથક ત્રણ વાર જળ બબાંકાર થયું જેના લીધે ખેતરોમાં પાણી ભરાવાથી ખેતી પાકને મોટા પાયે નુકશાન જોવા મળી રહ્યુંછે અને ખેડૂતોની હાલત ખુબ દયનીય બની છે એજ રીતે સમગ્ર જીલ્લામાં નીચાણ વાળા વિસ્તારો માં સત્તત પાણી ભરાવાને લીધે ખેતી પાક નષ્ટ થયો છે એવા સમયે ખેડૂતો પણ તાત્કાલિક સર્વે કરીને વેહલી તકે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે.