By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    21 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    22 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    22 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    22 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમૃત અને પોલ જોન વિશ્વમાં વટના વાવટા ફરકાવતી ‘આત્મનિર્ભર’ મેડ ઈન ઈન્ડિયા સિંગલ મોલ્ટ વ્હીસ્કી બ્રાન્ડ્સ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > અમૃત અને પોલ જોન વિશ્વમાં વટના વાવટા ફરકાવતી ‘આત્મનિર્ભર’ મેડ ઈન ઈન્ડિયા સિંગલ મોલ્ટ વ્હીસ્કી બ્રાન્ડ્સ!
AuthorTushar Daveગુજરાત

અમૃત અને પોલ જોન વિશ્વમાં વટના વાવટા ફરકાવતી ‘આત્મનિર્ભર’ મેડ ઈન ઈન્ડિયા સિંગલ મોલ્ટ વ્હીસ્કી બ્રાન્ડ્સ!

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 3:09 PM
Khaskhabar Editor 6 years ago
Share
14 Min Read
SHARE

વ્હીસ્કી એક્સપર્ટ જીમ મુડીના ‘વ્હીસ્કી બાઈબલ’માં વિશ્વમાં ત્રીજા નંબરે છે ‘ભારતનું અમૃત’!

– તુષાર દવે 

- Advertisement -

‘તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?’

હજૂ પંદર-વીસ વર્ષ પહેલા જ ભારતમાં એ સ્થિતિ હતી કે કોઈની સામે તમે ભારતીય સિંગલ મોલ્ટ વ્હીસ્કીની વાત કરો તો સામેવાળાનો પહેલો સવાલ જ એ હોય કે વોટ? ભારતીય સિંગલ મોલ્ટ? શું મજાક કરો છો યાર…! એના એકથી વધુ કારણો છે.

પહેલુ કારણ એ કે ભારતમાં શ્રેષ્ઠ સિંગલ મોલ્ટ વ્હીસ્કી બનાવવા માટે સ્કોટલેન્ડ કે અન્ય ફોરેન કન્ટ્રીઝ જેવું કુદરતી વાતાવરણ નથી અને થોડો ઘણો ભાગ પાણી પણ ભજવે છે. વળી, શરાબ હોય કે કોઈપણ બીજો ખાદ્ય કે પેયપદાર્થ, ભારતમાં એની શુદ્ધતા અને મિલાવટના પ્રશ્નો પણ અપરંપાર રહ્યાં છે. બીજુ એક કારણ એ પણ ખરું કે સામાન્ય રીતે મોટાભાગની બ્રાન્ડ્સ અને ઉત્પાદનોમાં આપણને વિદેશી પ્રોડક્ટ્સને જ અહોભાવથી જોવાની આદત રહી છે. આવા જ કારણોસર ભારત શરાબના વિશ્વના સૌથી મોટા માર્કેટ પૈકીનું એક હોવા છતાં ઓલ્ડ મોંક જેવા અપવાદોને બાદ કરતાં ભારતની ખાસ કોઈ લિકર બ્રાન્ડ્સે વૈશ્વિક સ્તરે બહુ નામના મેળવી નહોતી. (બટ, ઓલ્ડ મોંક રમ છે. સિંગલ મોલ્ટ વ્હીસ્કી નહીં.) આ તમામ પ્રશ્નો અને પડકારોને અવગણીને અને અતિક્રમીને અમૃત અને જોન પોલ નામની ભારતીય કંપનીઓએ સિંગલ મોલ્ટ વ્હીસ્કીમાં ભારતનો ડંકો વગાડી દીધો છે.

- Advertisement -

ઘણાંને જાણીને નવાઈ લાગશે કે અમૃત કંપનીની ‘ફ્યુઝન’ બ્રાન્ડની વ્હીસ્કી 100માંથી 97 પોઈન્ટ્સ સાથે જાણીતા વ્હીસ્કી એક્સપર્ટ જીમ મુડીના ‘વ્હીસ્કી બાઈબલ’માં (2010) વિશ્વમાં ત્રીજા નંબરે બિરાજે છે. એટલું જ નહીં, પણ તે મોલ્ટ વ્હીસ્કી એવોર્ડ્સનો ‘વ્હીસ્કી ઓફ ધ યર’ અને લંડનમાં યોજાયેલો વ્હીસ્કી એટ ધ સ્પીરિટ બિઝનેસ એવોર્ડનો ‘ગ્રાન્ડ માસ્ટર ઓફ ધ વર્લ્ડ વ્હીસ્કી’ એવોર્ડ જેવા અનેક એવોર્ડ્સ પણ જીતી ચુકી છે. મજાની વાત એ છે કે આ ભારતીય બ્રાન્ડ હોવા છતાં અને મેડ ઈન ઈન્ડિયા હોવા છતાં સૌ પ્રથમ ઈંગ્લેન્ડમાં લોન્ચ થઈ હતી.

ભારતની પોલ જોન કંપનીની વ્હીસ્કી પણ વ્હીસ્કી એક્સપર્ટ જીમ મુડીના ‘વ્હીસ્કી બાઈબલ’માં ‘લિક્વિડ ગોલ્ડ’ એવોર્ડ જીતી ચૂકી છે. આ ઉપરાંત તે બેસ્ટ ઈન્ડિયન તેમજ એશિયન સિંગલ મોલ્ટ વ્હીસ્કીનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તેના નામે સાન ફ્રાન્સિસ્કો વર્લ્ડ સ્પીરિટ કોમ્પિટીશનનો ‘ડબલ ગોલ્ડ’ એવોર્ડ પણ બોલે છે. આલ્કોહોલિક બેવરેજીસ રિવ્યૂની યુ ટ્યુબ ચેનલ MBs Mancaveના રિવ્યૂમાં પોલ જોનની ‘બ્રિલિયન્સ’ બ્રાન્ડની વ્હીસ્કીને 10માંથી 9.5નું રેટિંગ પ્રાપ્ત થયેલું છે.

1996માં સ્થપાયેલી પોલ જોન 15 મિલિયન કેસના વેંચાણ સાથે આજે વિશ્વની છઠ્ઠા નંબરની સૌથી મોટી વ્હીસ્કી બ્રાન્ડ છે. જોન ડિસ્ટલરિઝની બેંગ્લોર મોલ્ટ, બ્લેક પેલિકન ફાઈન વ્હીસ્કી, મોન્ટ કેસલ ફ્રેન્ચ ગ્રેપ બ્રાન્ડી અને બિગ બનિયાન બ્રાન્ડી જેવી બ્રાન્ડ્સ પણ અલગ અલગ પોકેટમાં ખાસ્સી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત અમેરિકાની બીજા નંબરની સૌથી મોટી પારિવારિક માલિકીની સ્પીરિટ કંપની Sazeracએ પણ જોન ડિસ્ટિલરિઝમાં સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. પોલ જોન સિંગલ મોલ્ટ પણ ભારતની પહેલા લંડનમાં લૉન્ચ થઈ હતી.

અમૃત સિંગલ મોલ્ટ વ્હીસ્કી અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, નેધરલેન્ડ, બેલ્જિયમ, સિંગાપોર, સ્પેન, સાઉથ આફ્રિકા, સ્વિડન, સ્વિટ્ઝર્લેન્ડ અને તાઈવાન સહિત વિશ્વના 44 દેશોમાં વેચાય છે.

આ બન્ને કંપનીઓની જર્ની અને તેમની સિંગલ મોલ્ટ વ્હીસ્કીની ખાસિયતો વિશે વાત કરતાં પહેલા જરા સિંગલ મોલ્ટનો અર્થ જાણી લઈએ.

સિંગલ મોલ્ટ વ્હીસ્કી એટલે શું?

સિંગલ અને મોલ્ટ બન્ને શબ્દો ઘણીવાર સાથે લખાતા હોવાથી ઘણાને એવું હોય છે કે એ એક શબ્દ છે અને એનો મળીને એક અર્થ થતો હશે, પણ વાસ્તવમાં એવું નથી. વ્હીસ્કીના મામલે બન્નેનો સાથે મળીને નહીં, પણ અલગ અલગ અર્થ થાય છે. સિંગલનો અર્થ થાય છે કે એ સિંગલ ડિસ્ટલરિમાંથી આવેલી છે કે બનેલી છે. જે સિંગલ બેરલમાંથી બોટલ્ડ થઈ હોય એને સિંગલ મોલ્ટ નહીં, પણ સિંગલ બેરલ વ્હીસ્કી કહેવાય. બ્લેન્ડેડ વ્હીસ્કીમાં અલગ અલગ ડિસ્ટિલરિઝમાંથી વ્હીસ્કી આવે અને એનું બ્લેન્ડ તૈયાર થાય. મોલ્ટનો અર્થ થાય છે મોલ્ટેડ બાર્લે. જવને પલાળીને સુકવવામાં આવે છે. એ દરમિયાન એમાં એક એવું એન્ઝાઈન પેદા થાય છે જે એની અંદરના સ્ટાર્ચને સુગરમાં કન્વર્ટ કરવામાં મદદરૂપ થાય છે. જેવી આ પ્રક્રિયા શરૂ થાય કે તરત તેને અટકાવી દેવામાં આવે છે. ફણગા ફૂટે ન ફૂટે કે તરત જ એને ઝડપથી સુકવી નાંખવામાં આવે છે. આ રીતે જે જવ તૈયાર થાય એને મોલ્ટેડ બાર્લે કહે છે અને એમાંથી તૈયાર થયેલી વ્હીસ્કી એટલે મોલ્ટેડ વ્હીસ્કી. જો એની વ્હીસ્કી સિંગલ ડિસ્ટિલરીમાંથી જ આવેલી હોય તો એ સિંગલ મોલ્ટ તરીકે ઓળખાય છે. આ રીતે તૈયાર થતી વ્હીસ્કી ખુબ જ સાવચેતી માંગી લેતી હોવાથી થોડી વધુ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે અને તેમાં સાધન-સામગ્રીની પણ પ્રમાણમાં વધુ જરૂર પડે છે. બ્લેન્ડેડ વ્હીસ્કીમાં મોલ્ટેડ બાર્લે ઉપરાંત કોર્ન અને અન્ય તત્વોનો ઉપયોગ પણ થાય છે.

ભારતીય ‘અમૃત’નો આઝાદીકાળથી શરૂ થતો ઈતિહાસ

1948માં સ્થાપના અને ઈન્ડિયન મેડ ફોરેન લિકરના ઉત્પાદનથી શરૂઆત

અમૃત ડિસ્ટલરિઝ લિમિટેડનો ઈતિહાસ લગભગ ભારતના ઈતિહાસ જેટલો જ જૂનો છે. જે. એન. રાધાક્રિષ્ના રાવ જગદાલેએ 1948માં કર્ણાટકમાં તેની સ્થાપના કરી. શરૂઆતમાં તે ઈન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) બનાવતી હતી. જે મોટેભાગે કર્ણાટક અને કેરાલાના કેન્ટિન સ્ટોર ડિપાર્ટમેન્ટમાં સપ્લાય થતો હતો. હાલ જે ડિસ્ટલરી છે તેની સ્થાપના 1972માં થઈ. જે કમ્બીપુરામાં ચાર એકરમાં ફેલાયેલી છે. 1972માં રાધાક્રિષ્ના જગદાલેના પુત્ર નિલકાંતા રાવ જગદાલેએ કંપની જોઈન કરી. 1990મા દાયકામાં કંપનીએ ઘણા સંઘર્ષ વેઠવા પડ્યાં. કારણ કે સ્થાનિક સ્તરે જોઈએ એવી સાધન સામગ્રી મળતી નહોતી. નિલકાંતા રાવે એક વાર કહેલું કે, ‘આ દેશમાં બેવરેજ ઈન્ડસ્ટ્રી ક્યારેય પ્રાયોરિટી રહી જ નથી. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CFTRI) તરફથી પણ એક હદથી વધુ મદદ ન મળી શકી. અમારે જાતે જ ડિસ્ટિલિંગ પ્રોસેસને વધુ બહેતર બનાવવાના રસ્તા શોધવા પડ્યા.’

1982માં પ્રથમ ભારતીય સિંગલ મોલ્ટ બનાવી નાંખી, પણ અહીં માર્કેટ જ નહોતું

1982માં જગદાલેએ મોલ્ટેડ બાર્લે વ્હીસ્કી બનાવવાનું નક્કી કર્યું. અમૃત ડિસ્ટલરીએ એમાં લોકલ સ્તરે મળતા જવનો એમાં ઉપયોગ કર્યો અને 1986માં પ્રેસ્ટિજ બ્લેન્ડેડ મોલ્ટ વ્હીસ્કી કેન્ટીન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં મુકી. તેમણે સિંગલ મોલ્ટ વ્હીસ્કીની પહેલી બેચ માત્ર 18 મહિનામાં જ તૈયાર કરી નાંખેલી. પરંતુ એ સમયે ભારતમાં સિંગલ મોલ્ટ વ્હીસ્કીનું ચલણ જ ન હોવાથી એને સિંગલ મોલ્ટ તરીકે બોટલ્ડ કરવાના બદલે એને સુગરકેન વગેરે સાથે બ્લેન્ડ કરીને મેકિન્ટોશ પ્રિમિયમ વ્હીસ્કીના નામે બજારમાં મુકેલી. શરૂઆતમાં અમૃત ડિસ્ટલરિઝ વ્હીસ્કીને બ્લેન્ડ કરતા પહેલા એક વર્ષ સુધી સંઘરી રાખતી હતી.

સંશોધન : સ્કૉટલેન્ડમાં જે બેરલ ત્રણ વર્ષે મેચ્યોર થાય એ ભારતમાં એક જ વર્ષમાં થઈ જાય

સમય જતાં એમને ખ્યાલ આવ્યો કે વાતાવરણની અસરના કારણે યુરોપ અને અમેરિકાની તુલનાએ ભારતમાં વ્હીસ્કી ઝડપથી મેચ્યોર થતી હતી. અમૃત ડિસ્ટલરિઝના માસ્ટર બ્લેન્ડર સુરિન્દર કુમારે નોંધ્યું કે જે બેરલને સ્કોટલેન્ડમાં ત્રણ વર્ષ સુધી એજીંગ (સંઘરી રાખવાની પ્રક્રિયા) કરવું પડે એને ભારતમાં એક વર્ષ એજીંગ કરો તો ચાલે. જગદાલેજીને લાગ્યું કે એમની વ્હીસ્કી ટેસ્ટ પ્રોફાઈલની દૃષ્ટિએ કેટલીક 12 વર્ષ જૂની સ્કોચ વ્હીસ્કીને ટક્કર આપે છે ત્યારે એમણે પોતાની વ્હીસ્કી યુરોપીયન માર્કેટમાં લોન્ચ કરવાનું નક્કી કર્યું.

પુત્રને એમબીએ કરવાના બહાને ઈંગ્લેન્ડમાં માર્કેટ જોવા મોકલ્યો

2001માં નિલકાંતા રાવ જગદાલેએ પુત્ર રક્ષિત જગદાલેને ન્યૂકેસલ ઈંગ્લેન્ડમાં એમબીએ કરવા મોકલ્યો. સાથોસાથ એને ત્યાં પોતાની પ્રોડક્ટની ખપતની શક્યતાઓ ચેક કરવાનું કાર્ય પણ સોંપ્યુ. કંપનીએ સ્કોટલેન્ડમાં અમૃત ડિસ્ટલરીએ પોતાની વ્હીસ્કીનો એક બ્લાઈન્ડ ટેસ્ટ (જેમાં ટેસ્ટર્સને નામ કહ્યાં વિના પ્રોડક્ટ ચાખીને અભિપ્રાય આપવાનું કહેવામાં આવે છે.) કન્ડક્ટ કર્યો. જેમાં મોટાભાગના લોકોએ અમૃતની વ્હીસ્કીનો ટેસ્ટ સ્કોટલેન્ડની સ્પેયસાઈડ સિંગલ મોલ્ટ જેવો લાગતો હોવાનું કહ્યું.

ભારતની પ્રથમ સિંગલ મોલ્ટ વ્હીસ્કી સ્કૉટલેન્ડમાં લોન્ચ થઈ

2004માં ઈતિહાસ રચાયો. ટેકનિકલી ભારતની પહેલી સિંગલ મોલ્ટ વ્હીસ્કી 24 ઓગસ્ટ 2004ના રોજ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં અમૃત સિંગલ મોલ્ટ વ્હીસ્કીના નામે લોન્ચ થઈ. શરૂઆતમાં કંપનીને યુરોપીયન ડિસ્ટ્રીબ્યૂટર્સ અને ગ્રાહકોને ગળે ઘુંટડો ઉતારવો જ ખુબ અઘરો પડ્યો. કારણ કે લોકો માનવા જ તૈયાર નહોતા કે ભારતમાં પણ સિંગલ મોલ્ટ વ્હીસ્કી બની શકે. જોકે, ઈંગ્લેન્ડમાં લોન્ચ થયા બાદ બે વર્ષમાં જ બ્રાન્ડ સમગ્ર વેસ્ટર્ન યુરોપ અને સ્કેનેડેવિન દેશોમાં ફરી વળી. અમૃત સિંગલ મોલ્ટ વ્હીસ્કી સાઉથ આફ્રિકામાં 2008માં અને ઓસ્ટ્રેલિયામાં ઓગસ્ટ 2009માં લોન્ચ થઈ.

ભારતમાં 2010માં લોન્ચિંગ : 2013 સુધી માત્ર કર્ણાટક પૂરતી મર્યાદિત

4 ફેબ્રુઆરી 2010ના રોજ અમૃત ડિસ્ટલરિઝે બેંગ્લોરમાં પોતાની સિંગલ મોલ્ટ વ્હીસ્કીનું ટેસ્ટિંગ સેશન લોન્ચ કર્યું. એ જ મહિને બેંગ્લોરમાં સિંગલ મોલ્ટ વેંચાતી થઈ. નવેમ્બર 2013માં મુંબઈમાં લોન્ચિંગ પૂર્વે ભારતમાં અમૃત સિંગલ મોલ્ટ માત્ર કર્ણાટક પૂરતી જ મર્યાદિત હતી. પછીથી એ ધીમે ધીમે ભારતના અલગ અલગ રાજ્યોમાં પ્રસરતી ગઈ. જોકે, આજે પણ તે દરેક જગ્યાએ સરળતાથી નથી મળતી. પછી એપ્રીલ 2010માં બ્રાન્ડ નોર્થ અમેરિકામાં લૉન્ચ થઈ.

પ્રોડક્ટનો પરચો બતાવવા જ ટેસ્ટિંગ માટે ‘સ્કૉચનું ધામ’ સ્કૉટલેન્ડ પસંદ કરેલું

સ્કૉટલેન્ડથી શરૂ કરીને વાયા કર્ણાટક મુંબઈ અને પછી ભારતમાં ફેલાવા સુધીની આ જર્ની અંગે નિલાકાંત જગદાલે કહે છે કે, ‘માર્કેટિંગની દૃષ્ટિએ જોઈએ તો જો અમારી પ્રોડ્ક્ટને ‘ટેસ્ટનો ટેસ્ટ’ પાસ કરવાનો જ હતો તો પછી શા માટે ‘સ્કૉચનું ધામ’ એવું સ્કૉટલેન્ડ જ નહીં? એ લોકો અમારી સિંગલ મોલ્ટ પર સ્વીકાર્યતાનો થપ્પો મારે એ અમારા માટે ‘મોર ધેન ઈનફ’ હતુ.

રોજગાર જાળવવા કોમ્પ્યૂટરનો ઉપયોગ અને ઓટોમેશન ટાળ્યું : મોટાભાગનો સ્ટાફ મહિલા

કંપનીએ પોતે વધુને વધુ લોકોને રોજગાર આપી શકે એ માટે ડિસ્ટલરીમાં કમ્પ્યૂટર્સનો ઉપયોગ અને ઓટોમેશન શક્ય હોય એટલો ટાળ્યો છે. ડિસ્ટલરીમાં સાડા ચારસોથી પાંચસો લોકોનો સ્ટાફ છે. બોટલિંગ અને પેકેજિંગ વિભાગનો મોટાભાગનો સ્ટાફ મહિલાઓ છે. ડિસ્ટલરી દર વર્ષે 4 મિલિયન કેસ લિકરનું ઉત્પાદન કરે છે.

આ કારણોસર કંપની બોટલ પર વ્હીસ્કીની એજ લખવાનુ ટાળે છે!

અમૃત સિંગલ મોલ્ટ વ્હીસ્કી 11 વેરાયટીમાં મળે છે. કંપની બોટલ પર વ્હીસ્કીની એજ લખવાનું ટાળે છે કારણ કે એમને એવો ભય છે કે જેમને ભારતમાં અહીંના વાતાવરણના કારણે વ્હીસ્કી ઝડપથી મેચ્યોર થતી હોવાનો ખ્યાલ નહીં હોય એ લોકો આને ઓલ્ડના બદલે યંગ માનશે અને બોટલ માટે વધુ કિંમત ખર્ચતા ખચકાશે.

પોલ જોન : ખાસ હિમાલયથી ચૂંટેલા જવ મંગાવે છે

જોન ડિસ્ટલરિઝ પણ મૂળ બેંગ્લોરની કંપની, પણ એની સિંગલ મોલ્ટની ડિસ્ટલરી ગોવામાં છે. કંપની પાસે બે સેડ ઈન્ડિયન મેડ કોપર પોટ સ્ટિલ્સ (જેમાં લિકર પ્રોસેસ થાય એ મશીનરી) છે, જે રોજનું 6 હજાર લિટર ઉત્પાદન કરી શકે છે. વ્હીસ્કીના મેચ્યોરેશન માટે કંપની પાસે 10 હજાર બેરલનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા ક્લાઈમેટ કન્ટ્રોલ્ડ અંડર ગ્રાઉન્ડ સેલર છે. 1996માં પોતાના સ્થાપના કાળથી પોલ જોન બ્લેન્ડેડ વ્હીસ્કી બનાવે છે. 2008માં પ્રિમિયમ માર્કેટમાં ઘુસવાના ઈરાદે કંપનીએ સિંગલ મોલ્ટ બનાવવાનું નક્કી કર્યું. કંપનીના માસ્ટર ડિસ્ટિલર માઈકલ ડિસુઝાએ સિંગલ મોલ્ટ બનાવવા ભારતીય ઈન્ગ્રિડિયન્સ વાપરવાનું જ નક્કી કર્યું જેથી ભારતની પ્રોડક્ટમાં અસ્સલ ભારતીય સ્વાદ જ જળવાઈ રહે. અનેક સંશોધનો અને પ્રયોગો બાદ તેમણે જોન પોલની ‘બ્રિલિયન્સ’ સિંગલ મોલ્ટ વ્હીસ્કી તૈયાર કરી જે 15 વર્ષ સંઘરેલી સ્કોચ જેટલી જ ધારદાર હોવાનું કહેવાય છે. મે 2017માં કંપનીની મોલ્ટ પ્રોડક્શન કેપેસિટી દર મહિને 60 હજાર લીટરની હતી. 2016માં કંપનીએ જોન પોલ બ્રાન્ડેડ વ્હીસ્કીની 20 હજાર બોટલ વેચી હતી. પોતાની ફ્લેગશીપ પ્રોડક્ટ્સ માટે પોલ જોન ખાસ હિમાલયથી જવ મંગાવીને એમાં વાપરે છે.

વિશ્વમાં સૌથી વધુ વેંચાતી 10 સ્પીરિટ બ્રાન્ડ્સમાં ચાર ભારતીય વ્હીસ્કી

સાતમો નંબર

આ વિદેશી કંપની પેર્નોડ રિચર્ડની ઈન્ડિયન મેડ બ્રાન્ડ છે. જે 2018ની તુલનાએ 2019માં 2.1 ટકા વધુ વેચાણ સાથે વિશ્વમાં સૌથી વધુ વેંચાતા સ્પીરિટ્સના લિસ્ટમાં સાતમાં સ્થાને રહી હતી. રોયલ સ્ટેગ પેનોર્ડ રિચર્ડની વિશ્વમાં સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ પૈકીની એક છે અને અનેક દેશોમાં વેંચાય છે.

ઈમ્પિરિયલ બ્લૂ : પાંચમો નંબર

આ પણ પેનોર્ડ રિચર્ડની જ બ્રાન્ડ છે. જે છેલ્લા સાત વર્ષથી સતત પ્રગતી કરી રહી છે. 2018ની તુલનાએ 2019માં વેંચાણમાં 16 ટકાના વધારા સાથે તે વિશ્વમાં પાંચમાં ક્રમે રહી હતી.

ઓફિસર્સ ચોઈસ : ત્રીજો નંબર

આ બજેટ વ્હીસ્કીના વેંચાણમાં 2018ની તુલનાએ 2019માં ઘટાડો નોંધાયો હોવા છતાં તે ટોપટેનના લિસ્ટમાં ત્રીજા નંબરે રહેવામાં સફળ રહી હતી.

McDowell’s નંબર વન વ્હીસ્કી ઈઝ નંબર ટુ ઈન ધ વર્લ્ડ

2018ની તુલનાએ 2019માં વેંચાણમાં 6 ટકાના વધારા સાથે આ બ્રાન્ડ વિશ્વમાં બીજા નંબરે રહી હતી. તે વિશ્વમાં સૌથી વધુ વેંચાતી વ્હીસ્કી અને વિશ્વની બીજા નંબરની સ્પીરિટ બ્રાન્ડ છે. સાઉથ કોરિયાની Jinro soju નંબર વનનું સ્થાન ધરાવે છે.

ફ્રી હિટ :

નથી કોઈ તારામાં વિધી મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા…

હતી મારી તું પ્રતિનિધિ મદિરા,
બધામાં તને આગે કીધી મદિરા…

અમે તારા ભક્તો અમે બહાર રહીએ?
જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા…

નથી પાપ તુજમાં કે અગ્નિ પરીક્ષા,
સરળતાથી તેં પાર કીધી મદિરા…

સતત થઈ રહ્યાં છે સુરાલયના ફેરા,
નિરાંતે કદી મેં ન પીધી મદિરા…

ગળેથી જ્યાં, ઊતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા…

નશામાં બધી વાત કરવી જ પડશે,
અમારી છે તું પ્રતિનિધિ મદિરા…

‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા…

– ‘મરીઝ’

You Might Also Like

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં હૃદય કંપાવનારી ઘટના:કાકાના દીકરાએ ભૂલકાંઓ પર કર્યો એસિડ એટેક
Next Article જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની કારોબારી સમિતિની મીટીંગ મળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?