ખાસ-ખબર સંવાદદાતા
સરગમ કલબ અને પુજારા તથા ઝવય ઉખક ૠજ્ઞિીાના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજ(ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડમાં યોજાયેલી સરગમી સંગીત સંધ્યામાં હજારો લોકોએ મોડે સુધી ગીતોની મોજ માણી હતી. બોલીવુડના પ્રખ્યાત પ્લેબેક સિંગરોએ એકથી એક ચડિયાતા ગીતો રજૂ કરીને લોકોને આનંદિત કરાવ્યા હતા.
આ સરગમી સંગીત સંધ્યામાં કલાકરો સુરજીત ગોહા, સંગીતા મેડેકર, આશિષ દેશમુખ, અનુપમા શ્રીવાસ્તવ, મોહસીન ખાન તથા સાથી કલાકરો અને રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોઝ અને ઓર્ગેનાઈઝર ભારતીબેન નાયક(બોલીવુડ ઇવેન્ટ મુંબઈ) જાહેર જનતાને ગીત-સંગીતના મહાસાગરમાં લઇ ગયા હતા.
આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા, જગદીશભાઈ ડોબરીયા, ઘનશ્યામભાઈ હેરભા, અરવિંદભાઈ તાળા, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ વેકરીયા, શૈલેશભાઈ પાબારી, વિનુભાઈ પારેખ, દિનેશભાઈ અમૃતિયા, ગોપાલભાઈ સાપરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા વગેરેએ જહેમત ઉઠાવી હતી.