વ્યક્તિગત લોકચાહનાના શિખર પર જવાહરભાઇ ચાવડા
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર 87 વિધાનસભાના ઉમેદવાર જવાહરભાઇ ચાવડાની લોક પ્રિયતા અત્યારે ચરમ સિમાપર પહોંચી જવા પામી છે. મતદારો કહે છે પક્ષ કોઇ પણ હોય અમારે કોઇ લેવા દેવા નથી અમારે તો જવાહરભાઇને જોઇ મત આપવાનો છે. આટલી લોકપ્રિયતા જુજ નેતાઓ જ મેળવી શકે છે. આનુ કારણ એ જ હોઇ શકે કે જવાહરભાઇએ તેના મત ક્ષેત્રમાં કરેલા કામો કોઇ જાહેરાતના મહોતાજ નથી. હર હંમેશા પ્રજાની વચ્ચે રહેનાર અને લોકોની સમસ્યાને સાંભળે છે. પ્રજાના હિત માટે ગંમે તેવા કપરા કામ વટથી કરી બતાવવા સક્ષમ છે. આટલા વર્ષોના રાજકારણમાં એક સક્ષમ અને નિડર રાજનેતા તરીકેની છાપ ઉપસી આવે છે.
- Advertisement -
જવાહરભાઇ એટલે એક સરળ સ્વભાવના સ્વામી અને જાહેર જીવનમાં એકદમ જમીન સ્તરે જોડાઇને રહેવુ પસંદ કરી છે તેની સાથે જાહેર સભાઓમાં પ્રજાની વચ્ચે જમીન પર બેસી જવુ કે પ્રચારમાં મોટર સાયકલ પર નીકડી પડવુ તે તેમના માટે સામાન્ય બાબત છે. નાનામાં નાના માણસને ઘ્યાનથી સાંભળે અને તેની તકલીફનું તાત્કાલીક નિરાકરણ કરવું એ જવારભાઇના સ્વભાવમાં છે. વ્યસન વિશે વાત તરીકે તો લોક સેવાનું વ્યસનના આદી છે. જવાહરભાઇની જીત એટલે વિકાસના કામો અને લોક સેવા કાર્યોની અવિરત વ્હેતી સરવણી જાળવી રાખી છે. જવારભાઇ પોતાના વિરોધીઓને જવાબ આપવા કે કોઇની ટીકા કર્યા વગર વિકાસ અને લોક સેવાના કાર્યો કરવામાં મસ્ત રહી આનંદ મેળવે છે. નાત-જાતના ભેદભાવ જોયા વગર દરેક તબક્કાના લોકોને સાથે રાખી મોદીજીના સ્વપ્નના સીમાચિંન્હ ભારતના નિમાર્ણમાં વ્યસ્ત રહી પોતાનું યોગદાન આપી રહ્યા છે અને બીજી બાજુ શિક્ષણ ક્ષેત્ર જોડાઇ ભારતનાં યુવાનોના સુંદર ભવિષ્યના નિમાર્ણમાં સાથ અને સહયોગ આપી રહ્યા છે.
વિરોધીઓ તો છે પણ વિરોધનું કારણ નથી: માણાવદર મતક્ષેત્રમાં વિકાસનાં કામ બોલે છે
જવાહરભાઇનાં વિધાનસભા મત વિસ્તારનાં તમામ તાલુકાઓમાં લોક સેવા માટે કાર્યાલયો કાર્યરત
- Advertisement -
બાપુજીએ કંડારેલી કેડી પર જવાહરભાઈ
જૂનાગઢ જિલ્લો તેમજ આસપાસના જિલ્લાના ભાઇઓ અને બહેનોને ઉચ્ચ શિક્ષણ મળે તેવા હેતુથી બાપુજી તરીકે ઓળખાતા સ્વ.પેથલજીભાઇ ચાવડાએ જે શિક્ષણની જયોત પ્રગટાવી તે જયોતને અવિરત ચાલુ રાખવા જવાહરભાઇ અને તેમના પુત્ર રાજ ચાવડા સતત પ્રયત્ન શીલ છે. આજે ડો.સુભાષ એકેડેમી વિશાળ વટવૃક્ષ બની ચુકયુ છે અને હજારો દિકરીઓ ઉચ્ચશિક્ષણ મેળવીને પોતાના કારર્કીદીના સપનાઓ શાકાર કરી રહી છે.
મોદીની યુવા બ્રિગેડનાં એક ભરોસાપાત્ર વ્યક્તિ એટલે જવાહર ચાવડા
જૂનાગઢ-માણાવદરમાં જવાહરભાઇનાં કામ બોલે છે
માણાવદર વિધાનસભાના ઉમેદવાર જવારભાઇ કેબીનેટ મંત્રી તરીકે હતા ત્યારે જૂનાગઢ શહેર અને માણાવદરમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલ અતિ જર્જરીત ઉપરકોટના કિલ્લાને નવિનીકરણ સાથેનું કાર્ય કર્યુ તેમજ મહાબત ખાનના મકબરાનું રિસ્ટોરેશનની કામગીરી કરી બતાવી છે. તેની સાથે માણાવદર, વંથલી અને મેંદરડામાં લોકોને હરવા ફરવા માટે રિવરફન્ટનું નિર્માણ કાર્ય આકાર લઇ રહ્યું છે.