ભાજપ આગેવાનો વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિન મોલિયા, રાજુ ધુ્રવ તથા મૂકેશ દોશી સાથે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ માધવ દવે ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં રાજકોટ શહેરમાં ડો. માધવ દવેની શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે ત્યારે માધવ દવેને શહેર પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવતા તેઓએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રમુખ માધવ દવેની વાત કરવામાં આવે તો તેઓ પહેલેથી જ ભાજપ સંગઠન સાથે જોડાયેલા છે. ખૂબ મહેનતુ અને શિસ્તના તેઓ આગ્રહી છે.
- Advertisement -
‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે આવેલા નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે ધૂળેટી પછી સંગઠનની સંરચનાના જે હોદ્દેદારો બાકી છે તે ટીમની રચનાનું કામ હાથ પર લેશું તેમજ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યક્રમો પ્રદેશમાંથી આવશે તેને સારી રીતે પૂર્ણ કરવા એ મારી અગ્રતાક્રમે રહેશે. આ ઉપરાંત શહેરીજનોના પ્રશ્ર્નો જેમ કે પાણી સહિતના તો એ કામને હું અગ્રતા આપીશ.
આ ઉપરાંત તેમણે કહ્યું કે શહેર ભાજપમાં જૂથવાદ જેવું કંઈ છે જ નહીં, બધાને સાથે લઈને અને વડીલોનું માર્ગદર્શન લઈ એક સુચારુ વાતાવરણ બની રહે તેવો હું વ્યક્તિગત પ્રયાસ એક શહેર પ્રમુખ તરીકે કરીશ.
રાજકોટમાં જેણે દાવેદારી જ નહોતી નોંધાવી અને સેન્સ લેવાતી હતી ત્યારે મેં વિચાર્યું જ નહોતું કે મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે. હું બુથ લેવલથી કાર્ય કરતો આવ્યો છું અને મહામંત્રી તરીકે બે વર્ષથી હું કામ કરતો જ હતો. આવુ મારા મનમાં નહોતું કે મારી વરણી શહેર પ્રમુખ તરીકે થશે, પરંતુ અમારા પ્રદેશના શિર્ષનેતૃત્વએ મારા માટે આ નિર્ણય લીધો તે તેમને યોગ્ય લાગ્યો હશે અને મને આ જવાબદારી સોંપી છે. હું શહેર પ્રમુખ તરીકેની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ તેવું અંતમાં પ્રમુખ માધવ દવેે ‘ખાસ-ખબર’ જણાવ્યું હતું.
- Advertisement -
શહેર ભાજપમાં જૂથવાદ હોય તેવું મને લાગતું નથી, સુચારુ વાતાવરણ બનાવવાના મારા હંમેશા પ્રયાસો રહેશે : માધવ દવે
વાંચન અને સંગીત સાંભળવું મને ગમે છે: માધવ દવે
હું નવરાશની પળોમાં હંમેશા વાંચન કરું છું અને સંગીત સાંભળવુ ગમે છે તેમજ સીગીંગ કરવાનો પણ મને બહુ શોખ છે. મેં પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો છે એટલે વાંચન એ મારો પ્રિય વિષય છે. જૂના અને સદાબહાર ગીતો હું નવરાશની પળોમાં સાંભળું છું.