ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. અને આ ભૂગર્ભ ગટર યોજનાથી શહેરીજનો ઘણા વર્ષોથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. પણ હજુ યોજના બંધ થવાનું નામ નથી લેતી ત્યારે કડીયાવાડ વિસ્તારમાં મહાનગર પાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટર યોજનાની વરવી વાસ્તવિકતા સામે આવી છે.
હાલ ચોમાસાની સીઝન શરુ થઇ પણ અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર માંથી ગંદા પાણી બહાર આવી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. જયારે ભૂગર્ભ ગટર યોજના અમલી બની ત્યારે મોટા મોટા દાવાઓ કરાયા હતા કે, એકવાર ભૂગર્ભ યોજના પૂર્ણ થશે ત્યારે રસ્તાઓ પાણી નહિ જોવા મળે પણ હાલ જે કડીયાવાડ વિસ્તારમાં જે રીતે ભૂગર્ભ ગટર માંથી પાણી જાણે ફિલ્ટર થઈને આવતું હોઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હજુ તો વરસાદની સીઝન શરુ થઇ છે ચોમાસુ તો હજુ બાકી છે. જયારે ભારે વરસાદ પડશે ત્યારે શું હાલત થશે તે જોવાજેવું હશે પ્રથમ વરસાદે મનપાની પોલ તો ખુલી ગઈ છે.