ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
વિસાવદર તાલુકાના નાનાકોટડા ગામ જે ઇકોઝોનમાં નથી આવતું પરંતુ જે 196 ગામ ઈકોઝોનના કાયદામાં આવે છે તે ગામોને સમર્થન આપ્યું હતું અને ઇકોઝોનનો સખત વિરોધ કર્યો હતો અને ઇકોઝોન નામના રાક્ષસનું પૂતળા દહન કરીને કાળી ચૌદશના રોજ ઇકોઝોનનો કાળો કકડાટ કાઢવામાં આવ્યો હતો જેમાં વિસાવદર તાલુકાના આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા હરેશભાઈ સાવલિયા રાહુલભાઈ બુહા વિઠ્ઠલભાઈ ખીમાણી રમેશભાઈ પાનસુરીયા અતુલભાઇ ભાખર ઉપસ્થિત રહીને ઇકોઝોન હટાવોના નારા લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એજ રીતે જૂનાગઢનાં મેંદરડા ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં ભારતીય કિસાન સંઘ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ મૂજબ દરેક ગામમાં ઈકોઝોન નાબુદ કરવા તેનું પુતળું બનાવી આખું ગામ સામુહિક રીતે ઈકો સેન્સેટીવ ઝોનના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરશે તે મુજબ ઘણા ગામોમાં આજે ને કાલે પણ ઇકોઝોન નાબૂદ કરવા ગ્રામ્ય કક્ષાએ વિરોધ કાર્યક્રમો યોજાશે તેમ કિશાન સંઘના મનસુખ પટોળીયાએ જણાવ્યું છે.