ગણતરીની કલાકોમાં ઝડપી પોલીસે તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
ભારત વિરોધી પોસ્ટ કરનાર વિસાવદર તાલુકાના મોણીયા ગામે ગઢવાળી શેરીમાં રહેતા 62 વર્ષીય વેટરનરી ડોક્ટર વલ્લભભાઈ રામજીભાઈ કુંજડીયા સામે પોલીસે ગુનો નોંધી તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિસાવદરના પીએસઆઇ આર. ડી. રોહિત ગુરુવારે સાંજે ફરજ પર હતા ત્યારે મોણીયાના એનિમલ ડોક્ટર વલ્લભભાઈ કુંજડીયાએ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને અસર કરે તેવી પોસ્ટ ફેસબુક મૂકી હોવાનું ધ્યાન પર આવતા ધસી ગયા હતા. શખ્સની ફેસબુક એપ્લિકેશન જોતા તેણે સોશિયલ મીડિયામાં પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા આતંકવાદીઓ દ્વારા થયેલ હુમલાની સ્થિતિને ઘ્યાને લીધા સિવાય સામાન્ય પ્રજામા ભય ફેલાય અને હાલની યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતનુ સાર્વભૌમત્વ ખંડિત થાય તેવા ઇરાદે પોસ્ટ મૂકી હતી. જેમાં શખ્સે ’આતંકવાદી હુમલાઓ બંધ કરાવવા અંધ ભક્તો વગાડો થાળી અને પાડો તાળી. એક રહોગે તો નેક રહોગે. બટોગે તો કટોગેના સ્લોગન આપી પાકિસ્તાનને ભડકાવો. રંગા બિલ્લાનું સુત્ર છે.’ લખાણવાળી પોસ્ટ મળી આવી હતી. આથી આર. ડી. પીએસઆઇ રોહિતે વલ્લભ કુંજડીયા વિરુદ્ધ જુદી જુદી કલમ ગુનો નોંધી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.