પાકને નુકસાન કરતાં પશુઓને ભગાડવા મૂકેલા ઇલેક્ટ્રિક વાયર અડી જતાં યુવાનો મોતને ભેટ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મૂળીના સરા રોડ પર રહેતા વિપુલ દેવજીભાઈ શેખ તથા તેના મિત્ર ગટુરભાઈ રમેશભાઈ અંબાનીયા પોતે ઉધડ રાખેલી વાડીએ કપાસ કાઢેલો પડ્યો હોય અને દવા છાટવાની હોય જેથી રાત્રીના સમયે વાડી પર ગયા હતા જે બાદ બંને યુવાનો પોતાની વાડીના બાજુમાં આવેલી ભગવતસિંહ જુવાનસિંહ પરમાર અને લાલાભાઈ ઘુઘાભાઈ કલોત્રાની વાડી નજીકથી પસાર થતા હોય ત્યારે વાડીના શેઢે પશુઓ પાક નુકશાન ન કરે તે માટે બાંધેલ ઇલેક્ટ્રિક શોર્ટ મુકેલ વાયરને અડી જતાં બંને યુવાનોનું શોર્ટ લાગવાથી મોત નિપજ્યું હતું જ્યારે બંને યુવાનોના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓ યુવાનોની લાશને પી.એમ અર્થે હોસ્પીટલ ખસેડી પોલીસને જાણ કરી વાડીમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોર્ટ મુકેલ વાયર રાખી બેદરકારી દાખવવા બદલ ભગવતસિંહ જુવાનસિંહ પરમાર તથા લાલાભાઈ ઘુઘભાઈ કલોત્રા વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.