રાજકોટ સિવિલ હોસ્પિટલની માનવતા સભર અનોખી સારવાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ આખા સૌરાષ્ટ્રને આવરી લેતી અને સારવારમાં અવ્વલ નંબરે આવતી હોસ્પિટલ છે, દરરોજ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી રહે છે, એમાં પણ ઈમરજન્સી વિભાગ ચોવીસ કલાક દર્દીઓથી ઘેરાયેલો રહે છે. ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ , અને સરવેંટ સ્ટાફ પોતાની જવાબદારી સમજીને વ્યવસ્થિત કામકાજ કરતા હોય છે, આવી વ્યવસ્થાને કારણે અને યોગ્ય સારવાર મળી રહેવાને લીધે દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની પહેલી પસંદગી કરતાં હોય છે. રોજબરોજ બિનવારસી દર્દીઓ 108 દ્વારા, આશ્રમોમાથી અને જાતે સારવાર અર્થે આવતા હોય છે.
પંદર દિવસ પહેલા સુરેન્દ્રનગરના રમેશભાઈ નામના બિનવારસી વ્યક્તિ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવે છે, પ્રથમ હેલ્પ ડેસ્ક દ્વારા માહિતી લેતા રમેશભાઈ સુરેન્દ્રનગરમાં રખડતું જીવન જીવતા હતા અને કોઈક ખાવાનું આપે તો ઠીક બાકી ફૂટપાથ ઉપર પડ્યા રહેતા. એમને ડોક્ટર દ્વારા એમની તપાસ કરતાં દર્દી રમેશભાઈને પગમાં સેલ્યુલાઈટીસ જેવી ગંભીર બીમારી હોવાથી એમને ડોક્ટર દ્વારા તાત્કાલિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવે છે, અને સારવાર ચાલુ કરી દેવામાં આવે છે.
ત્યારબાર બીજા એક દર્દી રાજુભાઇ જે રાજકોટનાજ હોય અને બિનવારસી તરીકે રહેતા હોય છે, જેમને આશરે બે મહિના પહેલા પોતે જાતે બીમારી સબબ દાખલ થયા હતા ડોક્ટર દ્વારા એમની તપાસ કરતાં એમને જમણા પગમાં ગેંગરીન થતા પગમાં લોહી ના મળતા પગ કાળો પડી જવાના કારણે દર્દીનો જીવ બચાવવા માટે દર્દીની રજા લઈને તાત્કાલિક પગ કાપવાની ફરજ પડી હતી અને બે મહિનાના આરામ બાદ દર્દી એકદમ સ્વસ્થ થાય ગયા હતા. હેલ્પ ડેસ્ક દ્વારા દર્દીનું કાઉનસેલિંગ કરતાં દર્દી પોતાની જીંદગી બિનવારસી તરીકે જીવતા હોય અને આ દુનિયામાં એમનું કોઈ છે નહીં એ જાણતા હેલ્પ ડેસ્ક દ્વારા સુરેન્દ્રનગર અનુબંધ સંસ્થાનું નિરાંત ઘર આશ્રમમાં તપાસ કરતાં બંને દર્દીને ત્યાં આશરો આપવા માટે રાજી થયા હતા, તો 14 એપ્રિલના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દી રમેશભાઈ અને રાજુભાઈને સિવિલ હોસ્પિટલના આર એમ ઑ ડો. શ્રી હર્ષદ દૂસરા, એચ આર મેનેજર ભાવનાબેન અને હેલ્પ ડેસ્કની ટીમના કર્મચારી દર્શિતા કારિઆ તેમજ ચિરાગ ડાભીની હાજરીમાં સુરેન્દ્રનગર આશ્રમમાં રવાના કર્યા અને જતાં જતાં બંને દર્દીઓએ જે સારવાર અને આશરો અપાવ્યો એના માટે પી.ડી.યુ સિવિલ હોસ્પિટલ રાજકોટ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.