ખાસ-ખબર સંવાદદાતા
બિહારમાં નીતિશ સરકારની કેબિનેટ બેઠક પહેલા બે મંત્રી કોરોના પોઝિટીવ થયા છે. સીએમ નીતિશ આજે બુધવારે 11.30 કલાકે કેબિનેટ બેઠક કરવાના હતા, મળતી માહિતિ મુજબ કેબિનેટ બેઠક પહેલા તમામ મંત્રીઓને ટેસ્ટ કરીને આવવાનું જણાવ્યું હતું.
કેબિનેટની બેઠક પહેલા હવે તમામ મંત્રીઓને કોરોના ટેસ્ટ કરાવીને આવવા માટે કહેવામાં આવ્યું છે. હાલ બાકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બિહારમાં કોવિડના કેસ વધવાના કારણે મંગળવારે જ ત્યાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. તે જ સમયે, મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે હવે સિનેમા હોલ પણ નહીં ખુલશે.