મોબાઈલ ફોન અને ટેક્નોલોજીના કિંગ
દેશના અગ્રણી બિઝનેસ સમૂહ પુજારા ગ્રુપના સંસ્થાપક યોગેશભાઈ પુજારા પર પુજારા ટેલીકોમ પરિવાર, મોબાઈલ રિટેલરો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોબાઈલ ફોન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશની સૌથી જૂના અને અગ્રણી બીઝનેસ સમૂહ પુજારા ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારાનો આજે જન્મદિવસ છે. 1994માં રાજકોટ ખાતે યોગેશભાઈએ એક નાનકડી દુકાનમાં પુજારા ટેલીકોમની શરૂઆત કરેલી અને આજે પશ્ર્ચિમ ભારત સહીત દેશમાં 550 થી રીટેલ સ્ટોર અને અગ્રણી મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક બ્રાંડના ડિસ્ટ્રીબ્યુટર તરીકે પુજારા ટેલીકોમ સૌથી ઝડપથી વિકસતું બીઝનેસ સમૂહ છે. જેમાં 6000થી વધુ કર્મચારીઓ કાર્યરત છે.
સફળ બીઝનેસમેન સાથે યોગેશભાઈ પુજારા એમના આધ્યાત્મિક અને સૈધાંતિક જીવન માટે જાણીતા છે, આજે એમના 64 માં જન્મદિવસ નિમિતે પુજારા ગ્રુપના 6000 થી વધુ કર્મચારીઓ, મોબાઈલ ડીલરો અને શુભેચ્છકો દ્વારા યોગેશભાઈને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.
યોગેશભાઈએ ઇજગકમાં ટ્રાન્સમિટર આસિસ્ટન્ટની 8500 પગારની નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો
- Advertisement -
પુજારા ગ્રુપનું વર્ષે 7500 કરોડથી વધુનું ટર્નઓવર
યોગેશભાઈ પૂજારાના અંગત જીવનની વાત કરીએ તો ઓછું ભણેલા અનેક ગુજરાતીઓએ બિઝનેસમાં સફળતા હાંસલ કરી છે. પણ સારી સરકારી નોકરી છોડીને બિઝનેસ શરૂ કરી સફળતા મેળવી હોય એવા ગણ્યા ગાંઠ્યા ગુજરાતીઓ છે. આવા ગુજરાતીઓમાં રાજકોટની પૂજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડના માલિક યોગેશ પૂજારાનું નામ આગવી હરોળમાં આવે છે. પણ આ મુકામ સુધી પહોંચવા માટે યોગેશ પૂજારાની તનતોડ મહેનત અને ટેકનિકલ નોલેજનો મહત્વનો ફાળો છે. આ ગુજરાતી બિઝનેસમેન આજે વર્ષે 7500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. બીએસએનએલમાં ટ્રાન્સમિટર આસિસ્ટન્ટની 8500 પગારની નોકરી છોડી બિઝનેસ શરૂ કરનાર યોગેશ પૂજારા આજે ગુજરાતભરમાં બિઝનેસ ધરાવે છે.



