જો વનો કપાતા બંધ નહિં થાય તો તાપમાન વધી જશે જેના કારણે દુકાળ, સ્વાસ્થ્ય જોખમ જેવી આપતિઓ આવશે
પૃથ્વીની સાથે જે જોડાયેલા છે એવા વૃક્ષો પર માનવજાત દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. સંયુકત રાષ્ટ્રનાં અનુસાર દુનિયાભરમાં વર્ષમાં એક હેકટર જંગલ કપાઈને ખતમ થઈ રહ્યા છે.જેના પ્રમાણમાં નવા જંગલ તૈયાર કરવાની ગતિ ધીમી છે.
- Advertisement -
લંડનના થિંક ટેન્ક એનર્જી ટ્રાન્સમીશન કમિશન (ઈટીસી) ના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં દર મિનિટે સરેરાશ 10 ફૂટબોલ મેદાનને બરાબર જંગલ કાપવામાં આવી રહ્યા છે એક ફૂટબોલ મેદાન 1.76 એકરની બરાબર હોય છે. ભારતમાં છેલ્લા 30 વર્ષમાં 6.68 લાખ હેકટર જંગલ કપાઈ ચૂકયા છે. એક રિપોર્ટ મુજબ 1990-2000 દરમ્યાન 42 કરોડ હેકટર જંગલ ખતમ થયા છે.
વન સંરક્ષણ પર ખર્ચવા પડશે અબજો
કેમ્બ્રીઝ યુનિવર્સીટીના કન્ઝર્વેશન રિસર્ચ ઈન્સ્ટીટયુટની વૈજ્ઞાનિક અને ઈટીસી માટે રિપોર્ટ લખનાર રેસેલ ગેરેટનું અનુમાન છે કે જંગલોને બચાવવા માટે દૂનિયાભરની સરકારોએ વાર્ષિક 130 અબજ ડોલર ખર્ચવા પડશે. 2030 સુધીમાં વનોની કપાત પર કાબુ નહિં મેળવાય તો આવનારા સમયમાં આ ખર્ચ અનેક ગણો વધી જશે. કાર્બન ઉત્સર્જનમાં વધારો થવાથી પર્યાવરણીય સ્થિતિ પણ બદલશે.
વનોની કપાત ન રોકાઈ તો તાપમાનમાં વધારો થતો રહેશે
જલવાયુ પરિવર્તનની સાથે વનોની કપાતને ન રોકવામાં આવી તો વૈશ્વિક સ્તરે તાપમાનમાં બે ડીગ્રીનાં વધારાને રોકવું મુશ્કેલ બનશે. આ કારણે દુકાળ, સ્વાસ્થ્ય જોખમથી આર્થિક ગતિવિધીઓ પણ વધશે.
- Advertisement -
જૈવ વિવિધતાનાં નુકશાન પર ચિંતા
માણસ જૈવ વિવિધતાનાં અંત માટે આતુર છે, ઉર્જા ઉત્પાદન અને અન્ય સામગ્રી માટે અનેક કંપનીઓની નજર જૈવ વિવિધતા પર છે. અનુમાન છે કે જૈવ વિવિધતાનાં દોહન માટે 2030 સુધી દુનિયાભરના દેશો 400 અબજ ડોલરનું રોકાણ કરશે. જે હાલના સમય કરતા 30 ગણુ વધુ હશે.