રાજ્યમાં ત્રણ અલગ અલગ ઘટનામાં હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં એક યુવકનું અને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખનું મોત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં 48 કલાકમાં ત્રણ જેટલાં હાર્ટ એટેકની ઘટના સામે આવતાં લોકોમાં ભયનો માહોલ સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં હાર્ટ એટેકનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં હારીજમાં એક વ્યક્તિનું હાર્ટ એટેક થી મોત થયું છે. તો બીજી એક ઘટનામાં રાજકોટમાં હાર્ટએટેકથી લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારનું મોત થયું છે તો રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. હાલમાં આ પ્રકારની ઘટના ઘણી વધી રહી છે. વાત જો પાટણની કરવામાં આવે તો હારીજ ખાતે પાણી પુરવઠા વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ બન્યો છે. ભરતભાઈ સોલંકીને અચાનક જ હાર્ટ એટેક આવ્યો છે જેનાથી લોકોમાં પણ ભયનો મહાલો જોવા મળી રહ્યો છે.
જ્યારે બીજી એક ઘટનામાં રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટકને પગલે નિધન થયું છે. જેમાં રાજકોટની જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન ભાઈ મણિયારનું વહેલી સવારે નિધન થયું છે. રાજકોટમાં જ 48 કલાકમાં હ્રદય રોગને પગલે બીજું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
જ્યારે ત્રીજી ઘટનામાં રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરાવમાં આવ્યા હતા.