ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાન સરકાર અને વિપક્ષી પાર્ટી પીટીઆઈ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં એક જ દિવસે ચૂંટણી યોજવા અંગે સહમતિ સધાઈ છે. જોકે હજુ ચૂંટણીની તારીખ અંગે સહમતિ બની શકી નથી. મંગળવારે મોડી રાત સુધી સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં લાંબા સમયથી ચૂંટણી યોજવાની માંગને લઈને મડાગાંઠની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં એક જ દિવસમાં ચૂંટણી કરાવવા માટે સહમત થવું એ પાકિસ્તાનની રાજનીતિ માટે એક મોટું પગલું છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (ઙઝઈં) ઘણા સમયથી પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં ચૂંટણી યોજવાની માંગ કરી રહી છે અને સરકાર કોઈને કોઈ બહાને તેને ટાળવાનો પ્રયાસ કરી રહી હતી. હવે બંને પક્ષોની બેઠકમાં તમામ પ્રાંતીય અને કેન્દ્રીય ચૂંટણીઓ એક જ દિવસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંપૂર્ણ પાકિસ્તાનમાં એક જ દિવસે ચૂંટણી યોજવા સરકાર-વિપક્ષ સહમત
