અકસ્માતના બનાવો રોકવા પોલીસની કવાયત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
મુખ્ય માર્ગો પર વાહનચાલકો દ્વારા ઓવરસ્પીડ તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવના પરિણામે રોજ મોટા અકસ્માત સર્જાય છે. માર્ગ અકસ્માત પર અંકુશ લાવવા માટે સ્પીડગનના મશીનો દરેક જિલ્લાકક્ષાએ ફાળવવામાં આવેલ છે. જે મુજબ અસરકારક કામગીરી કરવા સુચના જારી કરવામાં આવેલ છે અને હવે જૂનાગઢ રેન્જમાં પણ ઓવરસ્પીડથી વાહન ચલાવનારને ઝડપવા સ્પીડગન મશીનથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સ્પીડગન મશીન અંગેની તાલીમનું આયોજન ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શનમાં શહેર ટ્રાફીકબ્રાન્ચના પીઆય ડી.બી. કોળી દ્વારા કરાયુ હતુ. જેમાં જૂનાગઢ રેન્જના તમામ અધિકારી-કર્મચારીઓને દિલ્હીના તજજ્ઞો દ્વારા સ્પીડગન અંગેની તાલીમ આપવામાં આવી હતી. ઓવરસ્પીડ અને ડ્રીક એન્ડ ડ્રાઈવ ઉપરાંત વગર હેલ્મેટ તથા ચાલુ મોબાઈલ સાથે વાહન ચલાવતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.