એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન બંનેની સફર અત્યાર સુધી શાનદાર રહી, આજે ભારત-પાકિસ્તાન વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે.
આપણે ત્યાં ન માત્ર ગુજરાત પણ દેશ આખામાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે કોઈ પણ રમતની મેચ હોય લોકોનો ઉત્સાહ ચરમસીમા પર હોય છે. ભારત અને પાકિસ્તાન બંને દેશના ચાહકો પોતાની ટીમને કોઈપણ ભોગે જીતતી જોવા માંગે છે. આ દરમિયાન હવે ફરી એકવાર ભારત-અને પાકિસ્તાન વચ્ચે મેચને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ચીનમાં રમાઈ રહેલી એશિયન ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં જ્યારે ભારત-પાકિસ્તાન ટીમો સામસામે ટકરાશે ત્યારે ચાહકો ઈચ્છશે કે તેમની ટીમ તેમાં જીતે. પણ શું તમે જાણો છો કે, આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોની અત્યાર સુધીની સફર કેવી રહી છે અને આ મેચમાં કઈ ટીમનો દબદબો છે?
બંને ટીમો સેમીફાઈનલમાં પહોંચી
- Advertisement -
હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન બંનેની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. આ તરફ સામે પક્ષે અમ્મદ બટ્ટના નેતૃત્વમાં પાકિસ્તાન પણ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને તેણે સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.
ભારતની શું છે સ્થિતિ ?
હવે જાણો કેવું રહ્યું પાકિસ્તાનનું પ્રદર્શન?
પાકિસ્તાને પણ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે 2 મેચ જીતી છે જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમે મલેશિયા અને દક્ષિણ કોરિયા સામે 2-2થી ડ્રો રમી છે જ્યારે ટીમે જાપાનને 2-1થી અને ચીનને 5-1ના માર્જિનથી હરાવ્યું છે.
તમે આ મેચ ક્યાં જોઈ શકશો ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ બપોરે 1.15 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. આ મેચ સોની નેટવર્કની ટેન-1 અને ટેન-2 HD ચેનલો પર લાઈવ જોઈ શકાશે. આ સિવાય તમે સોની લાઈવ એપ અને સોની વેબસાઈટ પર પણ મેચ લાઈવ જોઈ શકશો.