ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝની વચ્ચે આજથી શરૂ થતી ટી20 સીરીઝમાં સ્ટોપ ક્લોક નિયમને એડ કરવામાં આવશે. આ પહેલી વખત હશે જ્યારે ઈન્ટરનેશનલ મેચમાં આ નવા નિયમનો ઉપયોગ થશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આજથી ક્રિકેટના નવા નિયમનુ ટ્રાયલ શરૂ થશે. આ નિયમને સ્ટોપ ક્લોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમની એન્ટ્રીથી ઓવર પૂર્ણ થયા બાદ ફીલ્ડિંગ કરનાર ટીમ દ્વારા હવે વધારે સમય બર્બાદ નહીં કરી શકાય. ટેસ્ટ ક્રિકેટમાં આ નિયમને નહીં લગાવવામાં આવે.
- Advertisement -
આજથી શરી થતા ઈંગ્લેન્ડ Vs વેસ્ટઈન્ડીઝ ટી20 સીરિઝમાં પહેલી વખત આ નિયમ લાગુ કરવામાં આવશે. આવતા 6 મહિના સુધી અલગ અલગ ટી20 સીરિઝમાં આ નિયમને અજમાવવામાં આવશે. જો તેના કારણે રમત પર વિપરિત અસર નહીં થાય અને તેના ફાયદા થાય છે તો તેને ટી20 અને વનડેમાં પરમનેન્ટ કરી દેવામાં આવશે.
શું છે સ્ટોપ ક્લોક નિયમ?
આ નિયમ હેઠળ બોલિંગ કરનાર ટીમને એક ઓવર પૂર્ણ થવાના 60 સેકેન્ડની અંદર બીજી ઓવર ફેંકવા માટે એકદમ તૈયાર રહેવાનું રહેશે. જેવી એક ઓવર પૂર્ણ થશે તો થર્ડ એમ્પાયરની ઘડીયાળ શરૂ થઈ જશે. આ ઘડીયાળ સ્ટેડિયમમાં બિગ સ્ક્રીન પર ચાલતી રહેશે.
60 સેકેન્ડની અંદર જો બોલિંગ કરનાર ટીમ બીજી ઓવર શરૂ ન કરી શકી તો એક ઈનિંગમાં આમ બે વખત કરવા પર તો કોઈ પેનલ્ટી નહીં લાગે પરંતુ ત્રીજી વખત આમ થયું તો બોલિંગ કરનાર ટીમ પર 5 રનની પેનલ્ટી લાગી જશે. એટલે કે બેટિંગ કરનાર ટીમને 5 રન વધારે આપવામાં આવશે.
- Advertisement -