ઇટાલિયન જ્વેલર ફુલવીઓ દ્વારા બનાવાયેલ 18 કેરેટ સોના અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીથી તથા 1,658 હીરા અને 386 થાઈ અને બર્મીઝ માણેકથી મઢેલ કીટલી દુનિયાની સૌથી મોંઘી કીટલી છે.
2016માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા હીરા અને રૂબીથી ઝડિત ચાની કીટલીને દુનિયાની સૌથી મોંઘી કીટલીના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી. ધ ઈગોઈસ્ટ નામના ટેબલવેરના આ ચમકતા ભાગને બ્રિટિશ-ભારતીય અબજોપતિ નિર્મલ શેઠિયાની યુકે ચેરિટી અને શેઠિયા ફાઉન્ડેશન દ્વારા બનાવાઈ છે.
- Advertisement -
This is the most valuable teapot in the world.
Owned by the N Sethia Foundation in the UK, the teapot is made from 18-carat yellow gold with cut diamond covering the entire body and a 6.67-carat ruby in the centre.
The teapot's handle is made from fossilised mammoth ivory.
- Advertisement -
It… pic.twitter.com/TFZZF63YiW
— Guinness World Records (@GWR) August 9, 2023
1,658 હીરા અને 386 થાઈ અને બર્મીઝ માણેકથી મઢવામાં આવ્યું
નિર્મલ શેઠિયાએ આ મોંઘી કીટલીની ડિઝાઇન કરી હતી અને તેની કંપની ન્યૂબી ટીઝ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી છે. ચાના વેપારીઓ શ્રેષ્ઠ ચાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કીટલી બનાવવા માંગતા હતા. અને તેથી ‘ધ ઇગોઇસ્ટ’નો જન્મ થયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં કરાયેલા દાવા અનુસાર ઇટાલિયન જ્વેલર ફુલવીઓ સ્કેવિયાએ બનાવેલી આ કીટલી 18 કેરેટ સોના અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીથી મઢેલ છે. જે 1,658 હીરા અને 386 થાઈ અને બર્મીઝ માણેકથી મઢવામાં આવ્યું છે. જે તેના બાહ્ય ભાગમાં લાલ રંગની છાપ છોડે છે અને તેના સેન્ટરમાં શોસ્ટોપર 6.67 કેરેટ થાઈ રૂબીનો શણગાર કરાયો છે.