દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનની ગતિમાં મંદી નોંધાઈ છે. જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.7.% નો વધારો થયો છે, જે ત્રણ મહિનામાં સૌથી નીચો સ્તર છે. અગાઉના મહિનામાં મે મહિનામાં 5.2%નો વધારો થયો હતો.
નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઑફિસએ જાહેર કરેલા આંકડામાં જણાવ્યું હતું કે, ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન પર આધારિત દેશનું ઔદ્યોગિક ઉત્પાદન જૂન મહિનામાં 3.7.% વધ્યું છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન તેણે 12.6% ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. મુખ્યત્વે ઉત્પાદન ક્ષેત્રના નબળા પ્રદર્શનને કારણે ઔદ્યોગિક ઉત્પાદન ધીમુ પડ્યું.
- Advertisement -
ડેટા અનુસાર, જૂન 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 3.1% વધ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 12.9 % હતું. જૂનમાં ખાણકામ ક્ષેત્રનું ઉત્પાદન 7.6% રહ્યું છે, વીજળી ક્ષેત્રનું ઉત્પાદન 4.2.% વધ્યું છે. ડેટા અનુસાર, એપ્રિલ-જૂન દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 4.5.% વધ્યો હતો, જે 2022ના સમાન ક્વાર્ટરમાં 12.9 % હતો.