By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    20 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    20 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    21 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    19 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    20 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    20 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    2 days ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    21 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકન સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવા મંજૂરી આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકન સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવા મંજૂરી આપી
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવા મંજૂરી આપી

Khaskhabar Editor
Last updated: 2025/01/25 at 12:13 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી

મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. સર્વોચ્ચ અદાલતે તેની દોષિત ઠરાવ સામેની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. ભારત પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું કારણ કે તે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં વોન્ટેડ છે.

ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાની આ છેલ્લી કાનૂની તક હતી. અગાઉ તે યુએસ કોર્ટ ઓફ અપીલ સહિત અનેક ફેડરલ કોર્ટમાં કાનૂની લડાઈ હારી ચૂક્યો હતો. 13 નવેમ્બરના રોજ, રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ “પ્રમાણપત્ર માટે અરજી” દાખલ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખ તરીકે શપથ લીધાના એક દિવસ બાદ 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજી ફગાવી.

- Advertisement -

2008ના આતંકી હુમલા મામલે દોષિત

ભારત અનેક વર્ષોથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તે 2008ના મુંબઈ આતંકી હુમલા મામલે દોષિત છે. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી હતી. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન બિઝનેસમેન છે.

તહવ્વુરની 26/11 હુમલામાં ભૂમિકા
મુંબઈ પોલીસે 26/11ના આતંકવાદી હુમલાના સંબંધમાં પોતાની ચાર્જશીટમાં તહવ્વુર રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં રાણા પર 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાએ મુંબઈમાં જે સ્થળોએ હુમલા કરવાના હતા તેની રેકી કરી હતી અને બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને તેને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપી હતી.

તહવ્વુર રાણા ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર

- Advertisement -

તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાનીનો બાળપણનો મિત્ર છે. હેડલી અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન હતી અને પિતા પાકિસ્તાની હતી. અમેરિકી અધિકારીઓએ ઓક્ટોબર 2009માં શિકાગોથી તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરી, 2013ના રોજ હેડલીને મુંબઈ હુમલામાં સંડોવણી બદલ દોષિત ઠેરવ્યા બાદ અમેરિકાની કોર્ટે તેને 35 વર્ષની જેલની સજા ફટકારી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કેડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં હેડલીએ અમેરિકા શિફ્ટ થતાં પહેલા 5 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.

પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કર્યું

પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કર્યા પછી, તહવ્વુર રાણા કેનેડામાં શિફ્ટ થયો હતો. થોડા વર્ષો પછી તેને કેનેડિયન નાગરિકતા મેળવી હતી. તેણે શિકાગોમાં ‘ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસિસ’ નામની કન્સલ્ટન્સી ફર્મની સ્થાપના કરી હતી, જેની એક શાખા મુંબઈમાં પણ હતી, રાણાએ 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકી હુમલામાં મુંબઈના સ્થળોની રેકી કરવા માટે હેડલીની મદદ કરી હતી.

10 આતંકીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસ્યા

26 નવેમ્બર, 2008ના રોજ લશ્કર-એ-તૌયબાના 10 આતંકવાદીઓ મોટી માત્રામાં દારૂગોળો અને શસ્ત્રો લઈને મુંબઈમાં દરિયાઈ માર્ગે પ્રવેશ્યા હતા. તેઓએ મુંબઈમાં 9 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.

આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા સ્થળો

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઇડન્ટ હોટલ, તાજ હોટલ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડીંગ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની ગલી. મુંબઈના પોર્ટ વિસ્તાર મઝગાંવ અને વિલે પાર્લેમાં પણ ટેક્સીમાં વિસ્ફોટ થયો હતો. 28 નવેમ્બરની સવાર સુધીમાં, મુંબઈ પોલીસ અને સુરક્ષા દળોએ તાજ હોટલ સિવાય તમામ સ્થળોને સુરક્ષિત કરી લીધા હતા. તાજ હોટલમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ની મદદ લેવી પડી હતી. એનએસજીએ 29 નવેમ્બરના રોજ ‘ઓપરેશન બ્લેક ટોર્નેડો’ શરૂ કર્યું, જે તાજ હોટેલમાં છેલ્લા બાકી રહેલાં હુમલાખોરોના મૃત્યુ સાથે સમાપ્ત થયું હતું. આ સાથે મુંબઈમાં 72 કલાકના આતંકવાદી હુમલાનો અંત આવ્યો. આ આતંકી હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

રાણાએ મુંબઈમાં હુમલાના સ્થળોની તપાસ કરી

ઓક્ટોબર 2009માં શિકાગોના ઓ’હાર એરપોર્ટ પર ડેવિડ કોલમેન હેડલીની ધરપકડ બાદ તહવ્વુર રાણાની પણ અમેરિકાની પોલીસે ધરપકડ કરી હતી. 2011માં, તેને શિકાગોની કોર્ટ દ્વારા મુંબઈ હુમલા માટે લશ્કર-એ-તૈયબાને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવા અને જિલૅન્ડ્સ-પોસ્ટેન નામના ડેનિશ અખબારની ઓફિસ પર હુમલાની યોજના બનાવવા બદલ દોષિત ઠેરવ્યો હતો. જિલૅન્ડ્સ-પોસ્ટેન અખબાર 2005માં પયગમ્બર સાહેબનું કાર્ટૂન પ્રકાશિત કરીને વિવાદમાં આવ્યું હતું. ડેવિડ કોલમેન હેડલીએ તેના કેસની સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે જુલાઈ 2006માં તે તહવ્વુર રાણાને મળવા શિકાગો ગયો હતો. પછી રાણાએ તેને મુંબઈ મિશન વિશે જણાવ્યું હતું.

હેડલીએ ભારતમાં બિઝનેસ વિઝા મેળવી આપ્યા હતા 

તહવ્વુર રાણાએ ડેવિડ કોલમેન હેડલીની મદદથી મુંબઈમાં તેની ફર્મ ‘ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસ’ની શાખા સ્થાપી હતી. તેણે હેડલીને 5 વર્ષ માટે ભારતમાં બિઝનેસ વિઝા મેળવવામાં મદદ કરી હતી. ત્યારબાદ હેડલીએ મુંબઈના તે સ્થળોની તપાસ કરાવી જ્યાં લશ્કરના આતંકવાદીઓએ 26 નવેમ્બર 2008ના રોજ હુમલો કર્યો હતો. 2011માં, NIAએ મુંબઈ 26/11ના આતંકી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા બદલ તહવ્વુર રાણા સહિત નવ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 2014માં, દિલ્હીની સેશન્સ કોર્ટે આરોપીઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા જેમને NIAએ તેની ચાર્જશીટમાં ફરાર તરીકે દર્શાવ્યા હતાં.

You Might Also Like

યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત

મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી

UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા

ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ

TAGGED: Mumbai attack, Tahawwur Rana, US Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી 10 થી વધુ ડ્રાઇવરનુ સન્માન કરાયું
Next Article રૂરલ SOGએ રાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
આંતરરાષ્ટ્રીય

મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
આંતરરાષ્ટ્રીય

UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?