ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા પ્રોહીબિશનના ગુનાઓ અંતર્ગત કબજે લેવાયેલા વિદેશી દારૂનો મુદ્દામાલ એકઠો થયો હતો. જેની નિયમ અનુસાર કોર્ટમાંથી નાશ કરવા અંગે જરૂરી પરવાનગી મેળવ્યા બાદ નિકાલ કરવા માટેની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.
વેરાવળ બાયપાસ નજીક સુરક્ષિત જગ્યા ઉપર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.વી.બાટી, એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી તેમજ ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફના બંદોબસ્ત હેઠળ ત્રણેય પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો અને કુલ 18,56 બોટલ જેની કુલ કિંમત રૂ. 20, 56,565 થવા જાય છે. આ તમામ વિદેશી દારૂની બોટલોનો નિયમ અનુસાર તેની ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.