ગ્રીનકાર્ડ માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા સેંકડો ભારતીય-અમેરિક્ધસ માટે ખુશખબર
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ સલાહકાર પંચે પ્રેસિડેન્ટ જો બાઇડેનને ગ્રીનકાર્ડ અથવા કાયમી વસવાટને સંબંધિત તમામ અરજીઓની પ્રોસેસ છ મહિનાની અંદર પૂર્ણ કરી દેવાના પ્રસ્તાવને સર્વસહમતીથી મંજૂરી આપી દીધી છે. જો વ્હાઇટ હાઉસ દ્વારા પ્રેસિડેન્સી એડવાઇઝરી કમિશન ઓન એશિયન અમેરિક્ધસ, નેટિવ હવાઇયન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર (ઙઅઈઅઅગઇંઙઈં) ની દરખાસ્તોને સ્વીકારી લેવામાં આવશે તો ગ્રીનકાર્ડ માટે લાંબા સમયથી રાહ જોઇ રહેલા સેંકડો ભારતીય-અમેરિકન્સને માટે તે મોટા ખુશખબર હશે. ઙઅઈઅઅગઇંઙઈંની બેઠક દરમિયાન ભારતીય અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ આ સંબંધમાં એક પ્રસ્તાવ રાખ્યો હતો જેને તમામ 25 કમિશનર્સે સર્વસહમતીથી મંજૂર કરી દીધો હતો. આ બેઠક વોશિંગ્ટનમાં યોજાઇ હતી. ગ્રીનકાર્ડ માટેની પેન્ડિંગ અરજીઓની સંખ્યા ઘટાડવા માટે સલાહકાર આયોગે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ(યુએસસીઆઈએસ)ને પોતાની પ્રતિક્રિયાઓ, પ્રણાલીઓ અને નીતિઓની સમીક્ષા કરવા, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરીને તેને નવી રૂપરેખા દેવા, અનાવશ્યક પ્રક્રિયાઓને સમાપ્ત કરવી.